22.1 C
Gujarat
December 4, 2024
EL News

અગ્નિપથ : ભારતની જેમ કયા દેશોમાં લાગુ છે આના જેવી યોજના, જાણો શું છે નિયમ-કાયદા?

Share

Gandhinagar:

કેન્દ્ર સરકારે સેનામાં ટૂંકાગાળાની નિમણૂકોની જાહેરાત કરી. સરકારે તેને ‘અગ્નિપથ(agneepath) યોજના’નું નામ આપ્યું. યોજના પ્રમાણે સેનામાં ચાર વર્ષ સુધી યુવાનોની ભરતી થશે, જેમને ‘અગ્નિવીર(agniveer)’ તરીકે ઓળખવામાં આવશે. યોજના અંતર્ગત ભરતી કરાયેલા 25 ટકા યુવાનોને ભારતીય સેનામાં ચાર વર્ષ બાદ આગળ વધવાની તક મળશે જ્યારે અન્ય અગ્નિવીરોએ નોકરી છોડવી પડશે. અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ દેશના ઘણા ભાગોમાં વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ઘણાં રાજ્યોમાં આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ ઘટી છે. ભારત પ્રથમ વખત સેનામાં ટૂંકા ગાળા માટે યુવાનોની ભરતી કરવા જઈ રહ્યું છે.

*શપથગ્રહણ સમારોહમાં ઇઝરાયલી કૅડેટ* ઇઝરાયલમાં સૈન્યસેવા પુરુષો અને મહિલાઓ માટે અનિવાર્ય છે. પુરુષોએ ઇઝરાયલી સુરક્ષાદળમાં ત્રણ વર્ષ જ્યારે મહિલાઓએ લગભગ બે વર્ષ સુધી સેવા આપવાની હોય છે. આ દેશ અને વિદેશમાં ઇઝરાયલના નાગરિકો પર લાગુ થાય છે.

નવા અપ્રવાસીઓ અને અમુક ધાર્મિક સમૂહોના લોકોને મેડિકલના આધાર પર આ નિયમમાંથી મુક્તિ અપાઈ છે. *દક્ષિણ કોરિયાના સૈનિક* દક્ષિણ કોરિયામાં સૈન્યસેવા માટે એક મજબૂત સિસ્ટમ છે. શારીરિકપણે સક્ષમ તમામ પુરુષો માટે સેનામાં 21 મહિના, નૌસેનામાં 23 મહિના કે વાયુસેનામાં 24 મહિના સેવા આપવાનું અનિવાર્ય છે.

આ સિવાય દક્ષિણ કોરિયામાં પોલીસ, તટરક્ષક, અગ્નિશમન સેવા અને અન્ય કેટલાક વિશેષ મામલામાં સરકારી વિભાગોમાં નોકરી કરવાનો પણ વિકલ્પ મળે છે. *ઉત્તર કોરિયા* ઉત્તર કોરિયામાં સૌથી લાંબી અનિવાર્ય સૈન્યસેવાની જોગવાઈ છે. આ દેશમાં પુરુષોને 11 વર્ષ અને મહિલાઓને સાત વર્ષ સેનામાં નોકરી કરવી પડે છે. *ઇરીટ્રિયા* આફ્રિકન દેશ ઇરીટ્રિયામાં પણ રાષ્ટ્રીય સેનામાં અનિવાર્યપણે સેવા આપવાની જોગવાઈ છે.

આ દેશમાં પુરુષો, યુવાનો અને અવિવાહિત મહિલાઓને 18 મહિના દેશની સેનામાં કામ કરવું પડે છે. *સ્વિટ્ઝરલૅન્ડની સેના* સ્વિટ્ઝરલૅન્ડમાં 18થી 34 વર્ષના પુરુષો માટે સૈન્યસેવા અનિવાર્ય છે. સ્વિટ્ઝરલૅન્ડે તેને ખતમ કરવા માટે વર્ષ 2013માં મતદાન કરાવ્યું હતું. વર્ષ 2013માં ત્રીજી વખત આ મુદ્દે જનમતસંગ્રહ કરાવાયો હતો.

સ્વિટ્ઝરલૅન્ડમાં અનિવાર્ય સેવા 21 સપ્તાહ સુધીની છે. તે બાદ વાર્ષિક વધારાનું પ્રશિક્ષણ અપાય છે. અનિવાર્યપણે સેનામાં જોડાવાનો નિયમ દેશનાં મહિલાઓ પર લાગુ નથી થતો પરંતુ તેઓ પોતાની મરજીથી સેનામાં ભરતી થઈ શકે છે. *બ્રાઝિલના સૈનિક* બ્રાઝિલમાં 18 વર્ષના પુરુષો માટે સૈન્યસેવા અનિવાર્ય છે.

આ અનિવાર્ય સેવા દસથી 12 મહિના સુધીના સમયગાળા માટે હોય છે. સ્વાસ્થ્ય કારણોને લઈને અનિવાર્યપણે સેવા આપવા મામલે છૂટ મળી શકે છે. જો કોઈ યુવાન વિશ્વવિદ્યાલયમાં ભણી રહ્યો છે તો તેને અમુક સમય બાદ સેનામાં અનિવાર્ય સેવા માટે ફરજિયાત જવું પડે છે. સૈનિકોને આ માટે થોડું વેતન, ભોજન અને બૅરકમાં રહેવાની સુવિધા મળે છે.

Related posts

રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવે તેવી ફિલ્મ છે “લેન્ડ ગ્રેબિંગ”…

elnews

કોરોનાને કારણે ચીનની બેન્ડ વાગી

elnews

ગાંધીનગર જમીન કૌભાંડ મામલે અમિત ચાવડાનો ગંભીર આરોપ

elnews

Leave a Comment

error: Content is protected !!