31.2 C
Gujarat
September 15, 2024
EL News

અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત.

Share

EL News, Aravalli:

15 મી ઓગસ્ટ 2022 (15th aug) ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ (Idependence Day). અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત (gujarat) ઉજવશે સ્વતંત્ર પર્વ. સાબરકાંઠા (sabarkantha) જિલ્લામાંથી 15મી ઓગષ્ટ 2013 ના રોજ અલગ બન્યા બાદ અરવલ્લી જિલ્લો વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે. આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી (chief minister) ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે.

સ્વતંત્રા પર્વની ઉજવણીને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી, આ સાથે જ સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઇને અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે, જેને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

મોડાસા ખાતે યોજાનારા સ્વતંત્રતા પર્વને લઇને તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી છે જો કે હજુ સ્થળ નક્કી કરવામાં આવ્યું ન હોવાની માહિતી મળી છે. વરસાદી માહોલ છે ત્યારે વરસાદ અડચણરૂપ ન થાય તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઇને જિલ્લાને સિવિલ તેમજ સ્પોર્ટ્સ સંકુલના ખાતમુહૂર્ત પણ થઇ શકે છે. આ માટે પણ તૈયારીઓ હાથ ધરાઈ રહી હોવાની વિગતો મળી રહી છે.

રાજ્ય કક્ષાની આ ઉજવણીને લઇને જિલ્લાવાસીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ. તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યા.

આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તિવેટીયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે,

elnews

વડોદરા પથ્થરમારા કેસ મામલે આરોપીઓના રીમાન્ડ મંજૂર

elnews

કોરોના કેસોની વધઘટ વચ્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં

elnews

Leave a Comment

error: Content is protected !!