37.6 C
Gujarat
June 7, 2023
EL News

આ કુદરતી સૌંદર્યસભર વિસ્તારમાં સરકારી તંત્ર ધારે તો પર્યટન ધામ તરીકે વિકસાવીને બહારના પ્રવાસીઓને આકર્ષી શકે

Share

21મી સદીનો બીજો દાયકો ચાલી રહ્યો છે. દુનિયા અતિ ઝડપથી વધુને વધુ આગળ વધી રહી છે. ઇન્સ્ટન્ટ યુગ ચાલી રહ્યો છે. પૈસા અને વીજળીએ દુનિયાની સિકવલ બદલી નાખી છે. દિવસે-દિવસે વીજળીની માંગ વધી રહી છે. આ પરિસ્થિતિમાં સિહોર તાલુકાના બે ગામો ભાંખલ અને થાળાના અનામત બીડમાં પવન ચકકી દ્વારા વિપુલ માત્રામાં ઊર્જા મેળવી શકાય તેમ છે.ડેવલપમેન્ટ:ભાંખલ અને થાળામાં 387 હેકટરમાં પવનચક્કી દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી શકાય સિહોર9 કલાક પહેલા ઉજાક્ષેત્રે ઉત્પાદનમાં ગોહિલવાડમાં વિકલ્પ મળી શકે આ કુદરતી સૌંદર્યસભર વિસ્તારમાં સરકારી તંત્ર ધારે તો પર્યટન ધામ તરીકે વિકસાવીને બહારના પ્રવાસીઓને આકર્ષી શકે 21મી સદીનો બીજો દાયકો ચાલી રહ્યો છે. દુનિયા અતિ ઝડપથી વધુને વધુ આગળ વધી રહી છે. ઇન્સ્ટન્ટ યુગ ચાલી રહ્યો છે. પૈસા અને વીજળીએ દુનિયાની સિકવલ બદલી નાખી છે. દિવસે-દિવસે વીજળીની માંગ વધી રહી છે. આ પરિસ્થિતિમાં સિહોર તાલુકાના બે ગામો ભાંખલ અને થાળાના અનામત બીડમાં પવન ચકકી દ્વારા વિપુલ માત્રામાં ઊર્જા મેળવી શકાય તેમ છે. સિહોર તાલુકાના છેવાડાના બે ગામ એટલે ભાંખલ અને થાળા. ભાંખલ ગામે 88 હેકટર અને થાળા ગામે 299 હેકટર એમ કુલ 387 હેકટર બીડ આવેલ. આ બીડ અનામત બીડ છે. હાલમાં માળનાથના ડુંગરમાં ઘણી પવનચકકી મૂકવામાં આવી છે. અને ત્યાં વિપુલ માત્રામાં વીજળી પેદા થાય છે. જો થાળા અને ભાંખલના આ વિશાળ બીડમાં પવનચકકીનો પ્રોજેકટ મૂકવામાં આવે તો અહીં હજારો પવનચકકી મૂકી શકાય. હાલમાં આ બીડ સાવ જ ખાલીખમ્મ છે. અને લગભગ બિનઉપયોગી છે. પણ જો આ બીડમાં પવનચકકી મૂકવામાં આવે તો લોકોને સસ્તી કિંમતે વીજળી આપી શકાય. હાલના આ પડતર બીડમાં જો કોઇ ખાનગી કે સરકારી કંપની રસ દાખવે અને અહીં પવન ચકકી સ્થાપવામાં આવે તે સમયની માંગ છે. ઉપરાંત આ બીડ અખૂટ કુદરતી સૌંદર્ય પણ છે. બેશુમાર ગિરિમાળાઓ પણ છે. તેને પર્યટન ધામ તરીકે વિકસાવી શકાય છે. એટલે અહીં ચોમાસામાં કુદરતનો અદભુત નજારો જોવા મળે છે. એટલે અહીં પ્રવાસીઓને પણ આકર્ષી શકાય તેમ છે. અને આ સુમસામ બીડ ધમધમતું બની શકે તેમ છે. આમ, સિહોર તાલુકાના છેવાડાના બે ગામના બીડમાં પવનચકકી અને પર્યટન ધામ તરીકે વિકસાવીને અહીં પ્રવાસન ધામ તરીકે વિકસાવી શકાય તેમ છે અને લાખો યુનિટ વીજળી પૈદા કરી શકાય તેમ છે. બસ જરૂર છે આ માટે કોઇ ચોકકસ અને મકકમ પગલાં લેવાની. અને લોકોની આટલી માંગ વધારે પડતી તો નહીં જ ગણાય ?

Related posts

પલ્સર વેચી ને લિધી હતી પહેલી ફ્રન્ટી અને ત્યારથી ગાડીઓ ની લે-વેચ નો વિશ્વાસ બન્યું A K Auto Consult.

elnews

ઓગસ્ટ 2022માં લોન્ચ થનારા સ્માર્ટફોનની યાદી..

elnews

પિમ્પલ્સથી કંટાળી ગયા છો? જાણો શું કરશો..

elnews

Leave a Comment

error: Content is protected !!