26.6 C
Gujarat
September 19, 2024
EL News

આ યુવકને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી.

Share
Ahmedabad:

 

અમદાવાદમાં મંદિરની બહાર પશુનું ધડ ફેંકનારના સીસીટીવી આવ્યા સામે આવ્યા છે. આજ સવારથી જ આ ઘટનાને લઈને નારાજગી જોવા મળી રહી છે.

 

અમદાવાદમાં ઈસનપુર વિસ્તારની અંદર ગોવિંદવાડી પાસે આ પ્રકાર શંકર ભગવાનના મંદિર પાસે બહાર પશુના મસ્તકના ટૂકડા જોવા મળ્યા હતા. ત્યારે આ ગૌવંશના ટૂકડા હોવાનું પણ સવારમાં લોકોએ કહ્યું હતું. ત્યારે આ મામલે હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા અને ઈસનપુર વિસ્તારમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું.

 

ત્યારે આ પ્રકારની ઘટના બનતા મંદીરની બહાર હિન્દુ સંગઠનોના ટોળાઓ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કસાઈઓ સામે પગલા ક્યારે લેવાશે, આ મામલે આક્રોશ પણ જોવા મળ્યો હતો.

CCTV footage

ત્યારે વધુ તપાસ માટે હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા સીસીટીવી સામે આવ્યા હતા. માલધારી સંગઠનો પણ આ મામલે નારાજ થયા છે. તેમનું કહેવું છે કે, આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તે પ્રકારની માંગ કરી છે.

 

ઈસનપુરમાં મૃત પશુને મંદિર સામે ફેંકનાર શખ્સની સીસીટીવીની તસવીર સામે આવી છે. જેમાં એક્ટિવા પર ચાલક દેખાઈ રહ્યો છે. જેથી. સીસીટીવીમાં મૃત પશુને કોથળામાં લઈ જતો શખ્સ જોવા મળ્યો છે.

 

આ યુવકને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. પ્લાસ્ટિકના થેલામાં કાગળની અંદર વિંટેલી હાલતમાં ટૂકડાઓ રોડ પર જોવા મળતા લાગણી દુભાઈ હતી. ઈસનપુરમાં આ ઘટનાને જોતા સવારે ધીમે ઘીમે દુકાનો પણ બંધ થઈ હતી અને બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

El News: અમદાવાદમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી, આ કારણે મુસળધાર વરસાદ વરસ્યો…

elnews

2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે મોટું પગલું ભર્યું છે

elnews

Leave a Comment

error: Content is protected !!