36.6 C
Gujarat
April 20, 2024
EL News

ડ્રગ્સ એજન્ટની ઓડિયો ક્લિપ વાયરલ થતા ડિલરો માં ફફડાટ..

Share
Drugs Syndicate:

ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફીયાઓ ઉપર ગુજરાત પોલીસ, એટીએસ, કોસ્ટગાર્ડને અત્યાર સુધી મોટી સફળતા મળી છે. અત્યારે આંતરરાષ્ટ્રીય માફીયો ગુજરાત બોર્ડર પર આવતા ફફડી રહ્યા છે.

ડ્રગ્સ એજન્ટની ઓડિયો ક્લિપ વાયરલ થતા આ ફફડાટ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકર્ડનો ખાતમો ગુજરાતમાં ગૃહ વિભાગ દ્વારા બોલાવવામાં આવી રહ્યો છે.

 

ગુજરાતની સીમામાં ડ્રગ્સ ઘુસાડતા પહેલા માફીયાઓ સમુદ્રમાં પકડાઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકોર્ડનો ખાતમો કરવા માટે મોટી સફળતા મળી છે.

ડ્રગ્સ માફીયાઓની ઓડિયો ક્લિપમાં કહી રહ્યો છે કે, ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેમની કામગિરી બંધ થઈ ગઈ છે.

તેણે કહ્યું કે, કોઈ ગુજરાતની સરહદના પોઈન્ટ પર 90 માઈલ નહીં પરંતુ 400 માઈલ પર ઈન્ડિયા ફરી રહ્યું છે. અહીંથી કોઈ ઈરાની બોટ નિકળી શકે તેમ નથી માલ અને લોકોનો પકડાઈ જવાનો સંપૂર્ણ ભય રહેલો છે.

આમ આ પ્રકારની વિગતો ઓડિયો સામે આવી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની કમર ગુજરાત પોલીસે તોડી નાખે છે. ભારતીય સીમામાં ઘુસણ ખોરી કરતા લોકો ડરે છે.

 

બોર્ડર પરના સર્ચ ઓપરેશન એટીએસ, કોસ્ટગાર્ડ, પોલીસ દ્વારા ચાલી રહ્યા છે. બે વર્ષમાં 30 પાકીસ્તાનીઓ, 17 ઈરાની, 2 અફઘાની, 1 નાઈઝીરીયન પકડાયા છે.

5000 કરોડનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન બાદ જપ્ત કરાયું છે. પાકિસ્તાની બોર્ડર નજીક સતત આ ઓપરેશન બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાત ડ્રગ્સ મામલે એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવતું હતું પરંતુ આ વ્યાખ્યા છેલ્લા કેટલાક સમયથી બદલાઈ ગઈ છે.

 

6 મહિનામાં ઓપરેશનમાં 422 કેસો રજીસ્ટર્ડ થયા છે, 667 ડ્રગ્સ માફીયાઓની ધરપકડ

 

માફીયાઓ પાકિસ્તાની માફીયાઓનો સાથ લઈને ડ્રગ્સ ઘુસાડતા હતા. છેલ્લા 6 મહિનાના ઓપરેશનમાં 422 કેસો રજીસ્ટર્ડ થયા છે, 667 ડ્રગ્સ માફીયાઓની ધરપકડ કરાઈ છે. જ્યારથી માફિયાઓ સક્રીય થયા ત્યારથી મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, એટીએસ સક્રીય થયું છે.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ તથા ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

પાનમ ડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો કેટલા ક્યુસેક થઈ નવા નીરની આવક…

elnews

લઠ્ઠાકાંડ: ઈરાદા પૂર્વક કેમિકલમાંથી દારુ બનાવ્યો.

elnews

આણંદ: બોરસદની સબ-જેલમાંથી મોડી રાતે ચાર અન્ડરટ્રાયલ કેદીઓ ફરાર

elnews

Leave a Comment

error: Content is protected !!