36.6 C
Gujarat
April 20, 2024
EL News

પોણા બે લાખથી વધારે યુવાનોએ “दिखावे की दुनिया” દ્વારા જન્માષ્ટમી ઉજવી.

Share
Elnews, જન્માષ્ટમી:

શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખરા અર્થમાં જન્માષ્ટમી

સ્વાધ્યાય પરિવારના લાખો યુવાનોના ઉત્સ્ફૂર્ત સહભાગથી પથનાટ્ય દ્વારા ઉજવાઈ રહેલી જન્માષ્ટમી. પંચમહાલ માં પણ 450 ઉપરાંત ટીમો માં 7500 જેટલા યુવકો શેરી નાટક માં સહભાગી થયા.

વૈશ્વિક સ્વાધ્યાય કાર્યના પ્રવર્તક પદ્મવિભૂષણ પાંડુરંગશાસ્ત્રી આઠવલે (પૂજનીય દાદાજી) ની પ્રેરણાથી સ્વાધ્યાય પરિવારનો યુવા વર્ગ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ એક અનોખી રીતે ઉજવે છે.

ભગવાન શ્રીકૃષ્ણની જયંતી કેવળ મટકી ફોડીને ન કરતાં તેમના વિચાર સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે દાદાજીએ યુવાનોને પથનાટ્યની સંકલ્પના આપી.

દાદાજીના સુપુત્રી અને સ્વાધ્યાય કાર્યની ધુરા સંભાળનારા શ્રીમતી ધનશ્રી શ્રીનિવાસ તળવલકર (પૂજનીય દીદીજી) ના માર્ગદર્શનથી પથનાટ્યના માધ્યમથી લાખો યુવાનો દેશવિદેશમાં આ વિચાર લઈને જાય છે.

યુવાનોની અંદાજે ૧૪,૫૦૦ ટીમ એટલે કે દોઢથી પોણા બે લાખથી વધારે યુવાનો

આ વર્ષે દેશભરના ૨૦ રાજ્યોમાં તેમ જ વિદેશના ઈંગ્લેન્ડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અખાતના દેશો આવા વિવિધ દેશોમાં પણ યુવાનોની અંદાજે ૧૪,૫૦૦ ટીમ એટલે કે દોઢથી પોણા બે લાખથી વધારે યુવાનો “दिखावे की दुनिया” આ પથનાટ્ય દ્વારા સૌને વિચાર કરવા માટે પ્રેરિત કરવાના છે.

વિવિધ ભાષાઓમાં આ પથનાટ્ય ૧૨ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ, ૨૦૨૨ આ સમય દરમ્યાન રજૂ કરી રહયા છે. વિશેષ વાત એ છે કે કોઈપણ પ્રલોભનો સિવાય પોતાનું શિક્ષણ, નોકરી, વ્યવસાય સંભાળીને અને આ બધામાંથી સમય કાઢીને આ યુવાનો પથનાટ્ય ભજવી રહયા છે.

આજે જ્યારે ‘અમને તો આવું કંઈ કરવાનો સમય જ નથી હોતો’ એવું બધે સંભળાતું હોય છે, ત્યારે તે જ ઉંમરના આવા લાખો યુવાનો આમ ઉત્સવ ઉજવી રહયા છે એ અદભુત વાત છે.

આજે સમાજમાં સર્વત્ર દેખાડાનું વર્ચસ્વ છે;

આપણા સંબંધો, મૈત્રી, આપણા વ્યવહાર આ બધે જ ઠેકાણે એક પ્રકારનો કૃત્રિમ દેખાડો, ઢોંગ અને રુક્ષતા આવેલી દેખાય છે.

આવી દેખાડાની દુનિયામાં પણ ઈશ્વરને કેન્દ્રસ્થાને રાખીને એક નિરપેક્ષ, દૈવી, કોઈ જ દેખાડા વિનાનો સંબંધ નિર્માણ થઈ શકે છે- આ પ્રકારનો એક સંદેશો આ પથનાટ્ય આપે છે.

એવા જ કંઈક વિચાર આ પથનાટ્ય દ્વારા જોવા મળી રહ્યા છે

ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્દગીતામાં કહેલા વિચારો એટલા પ્રભાવી છે કે તે વિચારો જીવનમાં સાકારિત થતાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર એમ સૌનો ઉત્તરોત્તર વિકાસ શક્ય છે.

માત્ર આવા પ્રભાવી વિચાર યુવાનોને મળતાં નથી, યુવાનો સુધી પહોંચતા જ નથી. કૃષ્ણના વિચારો મળશે તો આજનો યુવાન પણ કેવળ સ્વાર્થી ન બનતાં એક ઉન્નત, કૃતજ્ઞ જીવન જીવી શકશે. એવા જ કંઈક વિચાર આ પથનાટ્ય દ્વારા જોવા મળી રહ્યા છે.

જન્માષ્ટમી ઉત્સવની ઉંચાઈ કેટલી ઘટાડી નાખીએ છીએ, એનું ભાન સમાજમાં કોઈને પણ રહ્યું નથી;

મટકીની ઊંચાઈ કેટલી અને કેટલા થર (લેવલ્સ) ઊંચી એને બાંધીશું, એના જ પર સ્વચ્છંદી ચર્ચા અને વાદવિવાદ કરતી વખતે આપણે શ્રીકૃષ્ણ ભગવાનની, તેમના વિચારોની અને આ જન્માષ્ટમી ઉત્સવની ઉંચાઈ કેટલી ઘટાડી નાખીએ છીએ, એનું ભાન સમાજમાં કોઈને પણ રહ્યું નથી; ત્યારે સ્વાધ્યાય પરિવારના યુવાનોનું જન્માષ્ટમી નિમિત્તે ભજવાનારું આ પથનાટ્ય, એ આશાનું એક પ્રભાવી કિરણ બનીને પ્રસરી શકશે, એ વાત નક્કી જ છે !!

ત્યારે પંચમહાલ જિલ્લા માં પણ 450 ઉપરાંત શેરીનાટક ની ટીમો માં 7500 જેટલા યુવાકેન્દ્ર ના યુવાનો ભાગ લઈ શહેર-શહેર, ગામ-ગામ માં ફળીઆ ઓ અને શેરીઓ માં નાટક દ્વારા ક્રૂષ્ણ જન્માટમી ઉજવી રહયા છે.નિરપેક્ષ ભાવે આજનો યુવક ક્રૂષ્ણ જન્માષ્ટમી ઉજવે એ તો 21 મી સદીનુ આસ્ચર્ય જ ગણાય.


આજની ૨૧મી સદીમાં જ્યારે જન્માષ્ટમી એટલે ફક્ત પાનાંઓ માં રહી જાય ત્યારે આજની યુવા પેઢી ને ખરા અર્થમાં જન્માષ્ટમી જીવન માં ઉતારી વિચારરૂપી માખણ ખવડાવવા વાળા પરમ પૂજ્ય પાંડુરંગ દાદાજી તથા દીદીજી ને શત શત નમન…

સમાચાર, આર્ટિકલ્સ તથા વિવિધ ઓફબીટ કન્ટેન્ટ માટે પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો Elnews

આ પણ વાંચો..સૃષ્ટી સર્જકે મનુષ્ય ને ઇચ્છા સ્વાતંત્ર્ય ન આપ્યું હોત તો?

Related posts

ઓછા સમયમાં માલામાલ બનાવી દે બ્લેક ગોલ્ડ.

elnews

‘કોંગ્રેસે પાણી અને પૈસાનું નુકસાન કર્યું’, રાજસ્થાનના સીકરમાં પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો

elnews

SSC Scam: સીએમ મમતા બધુ જ જાણતા હતાઃ અધિકારી

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!