18.4 C
Gujarat
January 17, 2025
EL News

ફુટબોલ સિલેક્શન ટ્રાયલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ખેલાડીઓ તૈયાર થઈ જાઓ…

Share
રમત- ગમત:

રમત વિરો માટે ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. દેશ માં રમત ને તથા રમતવીરો ને પ્રોત્સાહન મળે એ માટે મોકો પણ સરકાર ચૂકતી નથી. ત્યારે વર્ષ ૨૦૨૨- ૨૩ માટે ફૂટબોલ રમતના ખેલાડીઓ ની (ફક્ત ભાઇઓ) પસંદગી માટે ૨૯ જુલાઈ ૨૦૨૨ શુક્રવાર નાં રોજ અમદાવાદ ફૂટબોલ એકેડેમી ખાતે સિલેક્શન ટ્રાયલ રાખવામાં આવેલ છે.

જેનું સંપૂર્ણ એડ્રેસ આ પ્રમાણે છે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ફુટબોલ ગ્રાઉન્ડ, સરકારી સ્પોર્ટ્સ હોસ્ટેલ સામે, ચાણક્ય સ્કૂલ પાસે, સુકન ચાર રસ્તા, નવા નિકોલ નવા નરોડા, અમદાવાદ, ૩૮૨૩૫૦.

Google map link: http://Sports Authority of Gujarat Ground https://maps.app.goo.gl/mceaE881Jtk7g7Cc8

તેમજ આ ફુટબોલ સિલેક્શન ટ્રાયલ નાં માપદંડો પણ ખેલાડીઓ જાણીલે

૧. ખેલાડી ની જન્મ તારીખ ૨૦૦૨ થી ૨૦૦૪ હોવી જોઈએ.

૨. ખેલાડીએ SGFI NATIONAL, AIFF NATIONAL અને STATE LEVEL સ્પર્ધા માં ભાગ લિધેલ હોવો જોઈએ.

ખેલાડી ને સાથે શું લઈ જવાનું રહેશે?

આધાર કાર્ડ, ડોમેસાઇલ પ્રમાણ પત્ર, સ્પર્ધા માં ભાગ લિધેલ પ્રમાણપત્ર.

આ તમામ દસ્તાવેજો સાથે ખેલાડી ને 29 જુલાઈ 2022એ સવારે 8 વાગ્યે ઉપર દર્શાવેલા એડ્રેસ ઉપર પહોંચી જવાનું રહેશે.

તેમજ આ સિવાય ની વધુ વિગત માટે તમે આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો:

દેવાંગ મિસ્ત્રી: +91 9727119835

સુનીતા આઝાદ: +91 9714766628

આ સિલેક્શન ટ્રાયલ માં ઉત્તીર્ણ થનાર ખેલાડીઓને

આ સિલેક્શન ટ્રાયલ માં ઉત્તીર્ણ થનાર ખેલાડીઓને સરકાર ની DLSS તથા એકેડેમી યોજનાઓ નો લાભ મળશે જેમાં સરકાર ખેલાડીઓ માં જે તે રમત માં કૌશલ્ય વધે તેમજ સાથે ભણી પણ શકે એ માટે ની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

જેનાં થકી ખેલાડી પોતાની રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને પોતાના રમત કૌશલ્ય થકી રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું, પરીવાર નું, કોચ નું તેમજ દેશ નું નામ રોશન કરી શકે.

જાહેર તસ્વીર

 

Related posts

બાપુનગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે

elnews

રાજ્યમાં નેતૃત્વ પરીવર્તન નહીં થાય

elnews

૨૦ જુલાઈ બુધવારનું રાશિફળ, પંચાંગ અને ગ્રહોની સ્થિતિ…

elnews

Leave a Comment

error: Content is protected !!