30.3 C
Gujarat
April 19, 2024
EL News

ભરતી: ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન..

Share
ભરતી:

ગોધરા ખાતે મહિલા ઉમેદવારો માટે ક્લસ્ટર કક્ષાનો ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે.

ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ “ અન્વયે તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ જીલ્લા રોજગાર કચેરી, ગોધરા અને જીલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી ગોધરાના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાશે.

તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ ત્રિમંદિર, અમદાવાદ હાઇવે, ભામૈયા, ગોધરા ખાતે સવારે ૧૦.૦૦ વાગે “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજણવીના ભાગ રૂપે મહિલાઓ માટે ખાસ ઔધોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે.

 

સ્થળ ની ગુગલ મેપ લીંક: http://Trimandir, Godhra 096241 03600 https://maps.app.goo.gl/TZgUd6ocm7tPPdtP8

 

જેમાં પંચમહાલ ,દાહોદ અને મહીસાગર જીલ્લાની ૧૮ થી ૩૫ વર્ષની મહિલા ઉમેદવારો ભાગ લઇ શકશે.

 

સદર ભરતી મેળામાં પંચમહાલ અને તેની આજુબાજુના જીલ્લાના નામાંકિત નોકરીદાતા (એમ્પ્લોયર કંપની, સંસ્થા, એજન્સી, કોન્ટ્રાકટર) હાજર રહેનાર છે.

 

જેઓ દ્વારા ભરતી મેળામાં ધો.૧૦ પાસ અથવા નાપાસ, આઈ.ટી.આઈ (ઓલ ટ્રેડ), ૧૨ પાસ, ગ્રેજ્યુએટ (ટેકનીકલ –નોન ટેકનીકલ) વગેરે લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોને ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યાઓ માટે પ્રાથમિક પસદગી કરનાર છે.

 

સદર ભરતી મેળામાં ભાગ લેવા માટે Google Form Link :- https://forms.gle/GMsXLPYjxZNWeQVH9 પર મહિલા ઉમેદવારો રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે.

 

ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતી મહિલાઓએ તેમના લાયકાત અને સ્કીલના ડોક્યુમેન્ટ તેમજ બાયોડેટા લાવવાના રહેશે.

 

ભરતી મેળાની સાથે જે મહિલાઓને સ્વરોજગાર કે ઘેર બેઠા ઉધોગ કે ધંધો કરવો હોય તેમજ તાલીમ લેવા માંગતી મહિલાઓને વિવિધ લોન સહાય અને તાલીમ સંસ્થાઓ દ્વારા વિના મુલ્યે માર્ગદર્શન અને ફોર્મનું વિતરણ કરવામાં આવશે.

 

ભરતી મેળા અને સ્વરોજગાર શિબિર અંગેની વધુ માહિતી માટે રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા રોજગાર અધિકારી એ એલ.ચૌહાણે જણાવેલ છે.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ તથા ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

અદાણી કેસમાં સેબીની મોટી જાહેરાત

elnews

રાજકોટમાં ડેંગ્યૂના ૧૬ કેસ નોંધાતા, તંત્ર દોડતું થયું

elnews

WICCI અને National council of entertainment and Animation દ્વારા શહેર ના વાણિજ્ય ભવન હૉલ ખાતે ગઝલ ના કાર્યક્રમ ‘ગઝલ ની સંગાથે’ નુ સુંદર આયોજન થયું.

elnews

Leave a Comment

error: Content is protected !!