22.9 C
Gujarat
March 22, 2023
EL News

સ્પર્ધાત્મક પરીક્ષાના 9 વર્ષમાં 13 પેપરો ફૂટ્યા

Share
Gandhinagar, EL News:

ગુજરાતમાં ગઈકાલે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા ફરી એકવાર પરીક્ષા પદ્ધતિને લઈને ગુજરાતમાં સવાલો થઈ રહ્યા છે. 9 લાખથી વધુ ઉમેદવારોએ ભીંજાયેલી આંખો અને આક્રોશ અને હતાશા સાથે શાળાના ઝાંપે હાથ દઈને પાછું આવવું પડ્યું હતું પરંતુ પેપરો ફૂટવાની ઘટનામાં ગુજરાતમાં જાણે કોઈ નવાઈ જ ના હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, છેલ્લા 9 વર્ષમાં 13 જેટલા પેપરો ફૂટતા યુવાનોના નશીબ પણ ફૂટી રહ્યા છે.

Measurline Architects
100 દિવસમાં પરીક્ષા લેવામાં આવશે. ચેરમેન બદલાય છે પરંતુ સિસ્ટમ ના બદલાય ત્યાં સુધી રીઝલ્ટ કેવી રીતે મળશે.  પેપર હતું તેની આગળની રાત્રે જ 2.30 કલાકેચ પેપર ફૂટવાની જાણ તંત્રને થઈ ગઈ હતી.  તંત્રએ સવારે મોકુફ રાખવાને લઈને નક્કી કરતા ઉહાપોહ મચી જતા અનેક સવાલો થઈ રહ્યા છે જાણે કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપકો ફૂટવાને લઈને કોઈ નવાઈ ના હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે તપાસમાં એટીએસ સહીત પોલીસની ટીમો તેમજ ગૃહવિભાગ લાગી ગયું છે.

પરંતુ સવાલો એ છે કે ક્યાં સુધી થતા રહેશે આ પેપર લીકના બનાવો. અગાઉ 2015 તલાટીનું પેપર ફૂટ્યું, 9 વર્ષમાં 13 પેપરો એક પછી એક ફૂટ્યા છે જ્યારે કેટલાક પેપરોમાં ગેરરિતી પણ સામે આવી રહી છે.  2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું આ ઉપરાંત અગાઉ લોકરક્ષક દળ, 2019માં બિન સચિવાલય, 2021માં હેડ કોન્સેટેબલ સહીતના અનેક પેપપો ફૂટ્યા છે. 9 વર્ષમાં ગેરરિતી સહીતના 13 જેટલા પેપરો ફૂટ્યા છે.

આ પણ વાંચો…આ રીતે ઉપયોગ કરો શિયાળાની શુષ્ક ત્વચા ગાયબ થઈ જશે

છેલ્લા વર્ષોમાં પેપર લીકની ઘટનાઓને ઉજાગર કરીને પહેલા વિદ્યાર્થી નેતા અને બાદમાં AAP સાથે જોડાયેલા યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે જોરદાર પ્રહારો કર્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ જાડેજાએ ટ્વિટ કર્યું હતું કે કે જો રાજ્ય સરકાર પેપર લીક અંગે કોઈ કાયદો નહીં બનાવે તો આગામી દિવસોમાં મહાત્મા ગાંધીજીના અહિંસાના માર્ગે આગળ વધીશું. યુવરાજસિંહ જાડેજાએ લખ્યું છે કે અમે પરિવર્તન માટે લડીશું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

રાજકોટમાં એક બાજુ દિવાળી ત્યારે બીજી બાજુ જુગાર ક્લબ

elnews

વેપારીને 62 લાખનો ઓર્ડર આપ્યો, પછી માલ લઈ 5 ઠગ છૂમંતર

elnews

અમદાવાદ શાહ આલમમાં મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો.

elnews

Leave a Comment

error: Content is protected !!