28 C
Gujarat
September 13, 2024
EL News

૨૦૦ મેગાવોટથી વધુની કાર્યરત ક્ષમતા સાથેના વીજ પ્લાન્ટ સાથે અદાણી ગ્રીન વોટર પોઝીટીવ બની

Share
EL News
  • DNV વેરિફિકેશનના નિવેદન અનુસાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)નો જળ સંચય નાણા વર્ષ-૨૩ માટે જળ વપરાશ કરતા વધુ છે, જે યુનાઇટેડ નેશન્સના લાંબાગાળાના વિકાસના ૬ના લક્ષ્ય સાથે તાલ મિલાવે છે.
  • ૨૦૦ મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે AGELનો વોટર બેલેન્સ ઈન્ડેક્સ ૧.૧૨ (પોઝિટિવ) છે, જે નિયત સમય પહેલા વિત્ત વર્ષ-૨૫ સુધીમાં નેટ વોટર ન્યુટ્રલ બનવાના લક્ષ્યાંકને પાર જઇ રહ્યો છે.
  • નાણા વર્ષ-૨૩માં થર્મલ પાવર માટે ૩.૫ KL/MWhની વૈધાનિક મર્યાદા સામે AGELનો ઉત્પાદનના યુનિટ દીઠ તાજા પાણીનો વપરાશ ૯૯.૫% ઓછો છે.

Measurline Architects

અમદાવાદ, ૧૯ એપ્રિલ ૨૦૨૩: વિશ્વની સૌથી મોટી સોલાર પાવર ડેવલપર અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયો કંપનીઓના રિન્યુએબલ એનર્જીનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) ને ઇન્ડિપેન્ડન્ટ ગ્લોબલ એસ્યોરન્સ એજન્સી, DNV દ્વારા “વોટર પોઝિટિવ” પ્રમાણિત કરવામાં આવી છે. વેરિફિકેશન સ્ટેટમેન્ટમાં દર્શાવ્યા મુજબ  AGELનો જળ સંચય વપરાશ કરતાં વધારે છે.

AGELની ૨૦૦ મેગાવોટ ક્ષમતા કરતાં વધુની તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત અને આંધ્ર પ્રદેશ ખાતે કાર્યરત સાઇટ્સ ખાતે DNV એ જળ સંતુલન સૂચકાંકનું ગુણાત્મક અને જથ્થાત્મક મૂલ્યાંકન કર્યું હતું. તદ્દનુસાર જળ સંતુલન સૂચકાંક ૧.૧૨ (પોઝિટિવ) છે, જે નિયત સમય અગાઉ નાણા વર્ષ-૨૫ સુધીમાં નેટ વોટર ન્યુટ્રલ બનવાના લક્ષ્યાંકને કંપની પાર કરી રહી છે.

આ ચકાસણી પ્રક્રિયામાં નમૂના-આધારિત તપાસણી અને અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારા અપનાવવામાં આવેલી પાણીના હિસાબની પ્રક્રિયામાં સામેલ પદ્ધતિઓમાં માપણીની ટેકનીક, અંદાજની પદ્ધતિઓ, ધારણાઓ અને અનિશ્ચિતતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત DNV એ વિવિધ પ્લાન્ટની સાઇટ ઉપર પાણીના સંતુલનની વિગતો અને જથ્થાબંધ પદ્ધતિની ડેસ્ક સમીક્ષા પણ કરી હતી અને આ તમામ સાઇટ્સ પર વરસાદી પાણીના રિચાર્જ માટેના ખાડાઓ અને સંગ્રહ તળાવો જેવા વરસાદી જળ સંચયની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન અને ગુજરાતમાં વોટર ક્રેડિટ સ્ટ્રક્ચર્સની ઓનસાઇટ ચકાસણી એજન્સીએ કરી હતી.

આ પણ વાંચો…સુરતની કીમ પોલીસે માનવતા મહેકાવી

વોટર ક્રેડિટ અને વોટર ડેબિટ વચ્ચેનો તફાવત વોટર બેલેન્સ દર્શાવે છે  જ્યારે વોટર ક્રેડિટ એ કંપની દ્વારા સંગ્રહિત વરસાદી પાણી અને ભૂગર્ભ જળ રિચાર્જ જથ્થાના અંદાજિત મીટરના જથ્થાનો સરવાળો છે, જે ચોક્કસ સ્ત્રોત અભિગમ મારફત અંદાજિત મીઠા પાણીના વપરાશને બદલે છે. વોટર ડેબિટ એ કંપનીના સોલાર અને વિન્ડ ઓપરેશનલ પ્લાન્ટમાં અંદાજિત મીટર તાજા પાણીના ઉપયોગનું પ્રમાણ દર્શાવે છે. પેનલની સફાઈ માટે સોલાર પાવર પ્લાન્ટ પાણીનો ઉપયોગ કરે છે. સૌર પેનલના ઉત્તમ આઉટ પુટ માટે પેનલની સફાઇ જરૂરી છે.

વિત્ત વર્ષ-૨૩ દરમિયાન થર્મલ પાવર માટે ૩.૫ KL/MWh વૈધાનિક મર્યાદાની સામે અદાણી ગ્રીન પાસે ઉત્પાદનના યુનિટ દીઠ તાજા પાણીનો વપરાશ ૯૯.૫% ઓછો રહ્યો છે. તાજા પાણીના સંસાધનોની અછતની વધતી જતી ચિંતાઓથી કંપની વાકેફ હોવાના કારણે પાણીના કરકસરભર્યા વપરાશ પરત્વે  સતત પ્રયત્નશીલ છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ટકાઉ વિકાસના ૬ના લક્ષ્ય સાથે જોડાયેલી છે. અમારા પ્રાથમિક સ્ત્રોત તરીકે થર્ડ પાર્ટી દ્વારા પ્રાપ્ત સરફેસ વોટર અને રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ સિસ્ટમ્સને સમાવીને તેના પર અમે સતત નિરીક્ષણ કરતા રહીને તાજા પાણીનો વપરાશ ઘટાડતા રહ્યા છીએ.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે કાર્યરત, નિર્માણ હેઠળના, એનાયત થયેલી અને હસ્તગત કરાયેલ એસેટસ સહિત ૨૦.૪ GWનો કાર્યરત, નિર્માણ હેઠળ, એવોર્ડ કરાયેલ અને સંપાદીત અસ્ક્યામતો કાઉન્ટર પાર્ટીઝને સર્વિસ પૂરી પાડતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે. કંપની યુટીલીટી સ્તરના ગ્રીડ કનેક્ટેડ સોલાર અને વિન્ડફાર્મ પ્રોજેક્ટસનો બિલ્ડ, ઑન, ઓપરેટ અને મેઈન્ટેનના ધોરણે વિકસાવે છે. AGEL પાવર જનરેશનના ડીકાર્બોનાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતને તેના લાંબાગાળાના લક્ષ્યોને પૂર્ણ કરવામાં સહાય કરે છે. યુએસ સ્થિત થિંક ટેન્કે મેરકોમ કેપિટલે  અદાણી સમૂહને વૈશ્વિક સોલાર પાવર જનરેશનની એસેટ માટે પ્રથમ ક્રમાંક આપ્યો છે. પ્રોજેક્ટ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ (PFI)દ્વારા AGEL ને ઊર્જા સંક્રમણના મુખ્ય ચાલક તરીકે ઓળખાવીને કંપનીને ગ્લોબલ સ્પોન્સર ઓફ ધ યર તરીકે પણ પુરસ્કૃત કરવામાં આવી છે.

વધુ માહીતી માટે: www.adanigreenenergy.com પ્રચાર માધ્યમો માટે સંપર્ક: Roy Paul: roy.paul@adani.com

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગૌતમ અદાણી – ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડીયા

elnews

અદાણી બ્લૂ કબ્સ લિગ ફૂ ટબોલ સ્પર્ધા 16 ડિસેમ્બરથી યોજાશે, ગ્રાસરૂટ પર ફૂટબોલના પ્રસાર માટે અદાણી પ્રતિબદ્ધ

elnews

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના 62મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન

elnews

Leave a Comment

error: Content is protected !!