38.2 C
Gujarat
April 25, 2024
EL News

અમદાવાદથી જમ્મુ, જેસલમેર, રાંચી,સહિત 8 નવી ફ્લાઈટ શરૂ

Share
Ahmedabad :

શિયાળાના સમયપત્રકમાં અમદાવાદ એરપોર્ટ પરથી જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની 8 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. એરલાઈન્સે 23 ઓક્ટોબરથી 23 માર્ચ સુધીના 6 મહિના માટે શિયાળુ સમયપત્રક જાહેર કર્યું છે.  આ ઉપરાંત એક ફ્લાઈટ બંધ કરવામાં આવી છે જ્યારે બે આંતરરાષ્ટ્રીય રૂટમાં ફ્રિકવન્સી વધારવામાં આવી છે.

PANCHI Beauty Studio
Advertisement

ઘણી ફ્લાઇટના સમયમાં 10થી 15 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ડિગોની 4, સ્પાઈસ જેટની 2, ગો ફર્સ્ટ અને સ્ટાર એરની 1-1, સ્થાનિક ક્ષેત્રની 8 ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. સ્પાઈસ જેટે સોમવારથી અમદાવાદથી દેહરાદૂનની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. આમ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની સુવિધા તેના કારણે વધશે.

આ પણ વાંચો… આ શેરે 25 હજારના રોકાણને બનાવી દીધા 1 કરોડ રૂપિયા

આગામી ચાર વર્ષમાં એરપોર્ટ ઓપરેટરે રૂ. 11,107.4 કરોડની કુલ બહુ-વર્ષીય ટેરિફ દરખાસ્ત સબમિટ કરી છે, જેમાં અન્ય નવીનીકરણ, વિસ્તરણ સહીતના કામોનો સમાવેશ કરાયો છે.
મુસાફરોને લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે એ હેસુતર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને આવનાર ચાર વર્ષમાં એટલે કે, 2026 સુધીમાં ડેવલપ કરાશે. જેમાં ઉપરના ભાગે ડીપાર્ચર અને નીચેના ભાગે એરાઈવલ એમ નવું ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ મળશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગનું કૌભાંડ

elnews

પોરબંદરમાં કાલે હજારો બાળકોને થશે પોલિયો રસીકરણ

elnews

લિંબાયતમાં વધુ એક યુવકને યુવકોના ટોળાએ માર માર્યો હતો

elnews

Leave a Comment

error: Content is protected !!