38.9 C
Gujarat
May 14, 2025
EL News

ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત

Share
Ahmedabad, EL News:

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષીય વિદ્યાર્થીનું સ્કૂલે જતી વખતે એક્ટિવા સ્લીપ થઈ જતા મોત નીપજ્યું છે. જ્યારે તેની પાછળ બેઠેલી વિદ્યાર્થિનીને ઇજા પહોંચી છે.આ મામલે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

PANCHI Beauty Studio

 

 

આ પણ વાંચો…The Eloquent, your number one source for all things Social Blog, news, entertainment and useful content.

માતા-પિતા માટે લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે ભદ્રેશ્વર સોસાયટી નજીક શુક્રવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  આ અકસ્માતમાં 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થી એક્ટિવા પર પાડોશમાં રહેતી કિશોરી સાથે સ્કૂલે જઈ રહ્યો હતો. દરમિયાન ઇન્દિરા બ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા બંને નીચે પટકાયા હતા. નીચ પટકાતા વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

માથાના ભાગે ઈજા થતા 16 વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી વિદ્યાર્થિનીને આંખના ભાગે ઇજાઓ થઈ હતી. બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મામલે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

elnews

રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી!

elnews

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત

elnews

Leave a Comment

error: Content is protected !!