31.6 C
Gujarat
June 4, 2023
EL News

42 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે

Share
Surat, EL News

 

સુરતના પાલ વિસ્તારમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પાલ વિસ્તારમાં 42 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

PANCHI Beauty Studio

મળતી માહિતી મુજબ, સુરતના પાલ વિસ્તારમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની માહિતી પોલીસને મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ 42 વર્ષીય સુનિતા હાડા તરીકે થઈ હતી. જો કે, મહિલાએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પોલીસે મૃતક મહિલાના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો…અમદાવાદ: ઑક્શનમાં જીતેલ ‘ફેન્સી’ નંબર થયો કેન્સલ

આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ

42 વર્ષીય સુનિતા હાડાએ તેમના ઘરમાં રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મહિલાએ કયાં કારણોસર આત્મહત્યા કરી છે? મહિલાની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા કરી છે? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંદી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને મહિલાના પરિજનો, સગા-સંબંધીઓ સાથે પૂછપરછ હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરતમાં પ્રચાર કરી રહ્યા છે કેજરીવાલ, રોડ શોમાં થયો પથ્થરમારો

elnews

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર માવઠું પડશે?

elnews

રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત

elnews

Leave a Comment

error: Content is protected !!