21.1 C
Gujarat
December 6, 2024
EL News

વડોદરામાં આવેલ ઇરીગેશનની ઓફિસમાં આગ લાગી

Share
Vadodara :
વડોદરા શહેરના નિઝામપુરા મુલજીનગરમાં 14-બી, નંબર ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર મજલી બિલ્ડીંગ આવેલું છે. આ બિલ્ડીંગમાં મહિન્દ્રા EPC ઇરીગેશનની ઓફિસ આવેલી છે. આ ઓફિસના માલિક ચિંતકભાઇ ઠક્કર છે. અને મેનેજર તેજસભાઇ જોષી છે. આ બિલ્ડીંગના પ્રથમ માળે ઓફિસ આવેલી છે.
Measurline Architects
Click Advertisement To Visit
ઇરીગેશનની આ ઓફિસમાં વહેલી સવારે લગભગ 7.30 પહેલાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને 7-30 વાગે કોલ મળતા તુરતજ 20 લાશ્કરો સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને આગ વધુ પ્રસરે તે પહેલાં પાણી મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી. આ બિલ્ડીંગની બાજુમાં રેસિડેન્સીયલ કોમ્પ્લેક્ષ પણ આવેલું છે. જોકે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. આગના આ બનાવમાં ઓફિસનું તમામ ફર્નીચર, એ.સી., તેમજ દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હતા.

આ પણ વાંચો…સ્ટેટ મોનિટરીંગની અમદાવાદમાં દરોડાની મોટી કાર્યવાહી

આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, અનુમાન છે કે, શોર્ટસરકીટના કારણે આગ લાગી છે. તપાસ દરમિયાન આગનું ચોક્કસ કારણ બહાર આવશે. ઓફિસમાં ફાયર સેફ્ટીની સુવિધા હતા. પરંતુ, વહેલી સવારે આગ લાગી હોવાના કારણે ફાયર સેફ્ટીની સુવિધા કામ લાગી ન હતી. આગ લાગતા ઓફિસના માલિક સહિત કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં રિસામણે ગયેલ પત્નીને લેવા જતા ખૂની હુમલો

elnews

વડોદરામાં સેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા આવશે

elnews

વડોદરા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરાયો રિલેક્સ ઝોન

elnews

Leave a Comment

error: Content is protected !!