EL News

બરતરફ કરાયેલા કર્મચારીએ ફેક્ટરીના માલિકના મૃત્યુ પર નકલી સહી કરી

Share
Rajkot , EL News
રાજકોટ શહેરમાં દિન પ્રતિ દિન અનેક છેતરપિંડીની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં 25 વર્ષથી કામ કરતા વફાદાર કર્મચારીએ જ તેના માલિકો સાથે ગદ્દારી કરી છે.
Measurline Architects
મૂળ કારખાને દારના મૃત્યુ બાદ તેની પુત્રીએ કારખાનાનો બધો વહીવટ સંભાળી ન શકે તે માટે તેના 25 વર્ષ જૂના વફાદાર કર્મચારીને કારખાના નો સંપૂર્ણ વહીવટ સંભાળવા માટે આપ્યો હતો પરંતુ આ વફાદાર કર્મચારીએ ગદ્દારી કરી કારખાનાના અનેક હિસાબોમાં ગોટાળાઓ કર્યા હતા જે બાબતની જાણ મૃત કારખાનેદારની પુત્રીને થતા તેને ગદ્દાર કર્મચારીને નોકરી પરથી કાઢી મૂકતા ગદ્દાર કર્મચારીએ કારખાનાના મશીનો બહાર વેચી નાખ્યા હતા. અને મૃત કારખાનેદારની સહી કરી જીએસટી નંબર કઢાવી લેતા તેને ગદ્દાર કર્મચારી વિરોધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.
વિવેકાનંદનગર મેઇન રોડ પર રામકૃષ્ણ નગરમાં રહેતા અને સ્નેહલ ઇન્ડસ્ટ્રીઝ નામે જોબ વર્ક નું કારખાનું ધરાવતા સ્નેહલબેન ભોગીભાઈ શાહે પોલીસ ફરિયાદમાં આરોપીમાં હસનવાડીમાં રહેતા અને તેને ત્યાં વર્ષોની કામ કરતા કર્મચારી ગોપાલ ગોરધન સતાપરાનું નામ આપ્યું હતું.પોલીસ ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે,આરોપી ગોપાલ સતાપરા આશરે ૨૦૦૦થી તેને ત્યાં કારીગર તરીકે જોડાણો હતો. સમય જતાં તેને મુખ્ય મિસ્ત્રી ક્રમ મેનેજર તરીકે કારખાનાની અને ધંધાની સંપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી.
દરમિયાન ૨૦૧૫માં તેના પિતાનું મૃત્યુ થતાં અને તેના માતાની તબીયત સારી ના રહેતા તે કારખાનામાં રૂબરૂ ધ્યાન આપી શકતા ન હોય સંપૂર્ણ જવાબદારી આરોપી ગોપાલનેને સોંપી દીધી હતી. બીજી તરફ તેના પિતાના મૃત્યુ બાદ સમયસર હિસાબ મળતો ન હોય અને હિસાબના પૈસા સમયસર પુરા મળતા ન હોવા સહિતના વગેરે પ્રશ્નો ઉભા થયા હતા. આથી ૨૦૨૩માં ઘણા પૈસા બાકી નીકળતા હોવાથી ૨૪/૧/૨૩ના કારખાનામાં કામ હોવાથી ચાવી માંગતા આપવાની ના પાડી હતી. આ સમયે ગોપાલે પરમીશન વગર તેના મશીન મુક્યા હોય તેનો કબજો કરી બાકી નીકળતા પૈસા માગશે તેવા ડર લાગ્યો હતો.
બીજે દિવસે સવારે સ્નેહલ બેન કારખાને ગયા ત્યારે ગોપાલે તેની માફી માંગી હિસાબે નીકળતા પૈસા સામે પોતે સ્નેહલબેનને ચેક આપી દેશે કહ્યું હતું. જેના ત્રણેક દિવસ પછી ગોપાલે તેના ઘરે ટેબલ પર કારખાનાની ચાવી ફેંકી ચેક આપીશ નહીં. અને ત્રણેક દિવસ પછી સ્નેહલબેન કારખાને જતા ત્યાં મશીન, હથિયાર, ઓજારો, ઓફિસના કાગળો કે અન્ય વસ્તુઓ કંઈ હતું નથી.
બાથરૂમની દિવાલ પાડી નાખી હોય તેણે આ બાબતે ગઈ તા. ૧૬ના પોલીસમાં અરજી કરી હતી. થોડા દિવસ પછી ફેક્ટરીમાં વિઝીટ દરમિયાન સ્નેહલબેનને ખુણામાંથી એક કબાટ નીચેથી કાગળ મળ્યો હતો. જેમાં જોતા આરોપીએ તેની કંપની ક્રિએટીવ એન્જિનિયરીંગ માટે જીએસટી સર્ટીફિકેટ મેળવે છે અને પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેશ તરીકે તેની કંપનીનું સરનામું હોય આ ધ્યાને આવતા તેણે જીએસટી ઓફિસે જઈ તપાસ કરતા આરોપીએ ગોપાલે સ્નેહલબેનના પિતાના મૃત્યુના બે વર્ષ બાદથી પોતે પોતાની કંપનીમાં લીગલ નેઈમ ગોપાલ સતાપરા કોન્સ્ટીટ્યુશન ઓફ બિઝનેશમાં પ્રોપરાઈટરશીપથી જીએસટી રજીસ્ટ્રેશન માટે તેની કંપનીનું એડ્રેસ પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેશ તરીકે આપેલી હતી. આ અરજી તા.૮/૮ ૧૭ હોય તેને ૬/૭/૧૮થી જીએસટી સર્ટીફિકેટ મળેલ હતું. તેના નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ જોડેલું હોય તેમાં તેના પિતાની ખોટી સહી હતી.જેથી તેને પોલીસમાં ફરિયાદ કરતા પ્ર.નગર પોલીસે ગોપાલ સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ: એક માથાભારે યુવકે ઈસનપુર પોલીસને ધમકી આપી

elnews

Adani Sportsline achieved tremendous success in organising an exhilarating Inter-School Kabaddi and Kho Kho tournament in Vadodara.

elnews

મેડિકલ ચેકઅપ માટે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ગયા અને ખેલ ખલાસ.

elnews

Leave a Comment

error: Content is protected !!