32.6 C
Gujarat
February 26, 2024
EL News

રાજકોટની યુવતીને પ્રેમીએ દગો દેતા એસિડ પી જિંદગી ટૂંકાવી

Share
Rajkot :
મૂળ દ્વારકાની અને રાજકોટ અભ્યાસ કરતી યુવતીએ એસિડ પી જિંદગી ટૂંકાવી હતી. ત્યારે પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે યુવતીને યુવક સાથે પ્રેમ સંબંધ હોય યુવકે લગ્નની લાલચ આપી હતી પરંતુ હવે યુવકને બીજી છોકરી સાથે સંબંધ હોય તે યુવતીને ભૂલી જવાની અને ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપતો હોય જેથી યુવતીએ કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ દ્વારકાની 19 વર્ષીય યુવતીને તેજશ હિંડોચા નામના શખ્સ સાથે પ્રેમસબંધ હતો. તેજશ યુવતીને લગ્નની લાલચ આપી મોહજાળમાં ફસાવી બાદમાં તરછોડી દીધી હતી. બાદમાં તેજશે ‘ફોટા વાઇરલ કરી બદનામ કરી દઈશ’ તેવી ધમકી આપી હતી. તેજશના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે યુવતીના પિતાની ફરિયાદ પરથી તેજસ સામે ગુનો નોંધ્યો છે યુવતીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છુ. મારે સંતાનમાં એક 19 વર્ષની દીકરી અને એક 16 વર્ષનો દીકરો છે.
Measurline Architects
Click Advertisement To Visit
દીકરી છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટના રૈયા રોડ પર આવેલ અક્ષત મકાનમાં પી.જી.તરીકે રહેતી હતી અને એચ.એન. શુક્લા કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર 5માં અભ્યાસ કરતી હતી. ગત 19 સપ્ટેમ્બરના રોજ રાત્રિના ત્રણેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે મારા ભત્રીજાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તમે તાત્કાલિક રાજકોટ આવો દીકરીએ કાંઇક દવા પી લીધી છે. જેથી અમને મારી દીકરીને રાજકોટ ખાનગી હોસ્પિટલ દાખલ કરી હોવાનુ જાણવા મળતા ત્યાં ગયા હતા. ત્યારે મારી દીકરીની સારવાર ચાલુ હતી અને તે વેન્ટીલેટર પર ઉપર હતી. ત્યાં મારી ભત્રીજી હતી તેણે મને જણાવ્યું કે રાત્રિના આશરે અઢી વાગ્યાના અરસામાં તમારી દીકરીએ પોતાની જાતે કોઈ કારણસર બાથરૂમ સાફ કરવાનુ એસિડ પી લીધું હતું.

આ પણ વાંચો… અમદાવાદમાં શાંતિપૂર્ણ મતદાન માટે કેટલાક આદેશો જારી કરાયા

બાદમાં ઊલટી-ઊબકા કરતી હોય તેની સાથે રૂમમાં રહેતી અન્ય એક વિદ્યાર્થિની જાગી જતા તેણે અમને જગાડ્યા હતા. જેથી તેને અહી દાખલ કરી હતી. બીજા દીવસે 20 સપ્ટેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યે મારી દીકરી સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. આ અંગે જે-તે વખતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મારી દીકરીનો અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલ હતો અને બાદમાં મારી દીકરીના પીએમ બાદ અંતિમવિધિ માટે મૃતદેહ અમને સોંપતા અમે મીઠાપુર જઈ અંતિમવિધિ કરી હતી. બાદમાં મારી દીકરીનુ બેસણું પુરૂ થયા મારી પત્નીએ પરિવારના સભ્યોની હાજરીમાં વાત કરી કે ગત 18 સપ્ટેમ્બરના રોજ દીકરીનો વીડિયો કોલ આવ્યો હતો. ત્યારે પરીવારના બધા સભ્યોએ વાત કરી હતી. પછી મારી સાથે દીકરીએ એકાંતમાં વાત કરી હતી ત્યારે તે રડવા લાગી હતી.
આથી મેં તેને રડવાનુ કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે, તેને આપણા ઘર સામે રહેતા તેજશ હીંડોચા સાથે ઘણા લાંબા સમયથી પ્રેમ સબંધ છે. તેને મારી સાથે લગ્ન કરવાનુ મને વચન આપ્યું હતુ. પરંતુ હવે તેજશ અવારનવાર ફોન ઉપાડતો નથી અને મને ઇગ્નોર કરે છે. કાંઇ જવાબ આપતો નથી અને તેને હવે બીજી છોકરી સાથે પ્રેમ સબંધ છે. તેજશ અવારનવાર ધમકી આપી માનસિક ત્રાસ આપે છે. દીકરીએ વધુમાં કહ્યું હતું કે, હું તેની સાથે લગ્ન કરવાનો છું. તું હવે મને ભુલી જજે અને મને ફોન કરતી નહીં અને અત્યારસુધી આપણે જે કર્યું છે તે ભૂલી જાજે, નહીંતર તારા ફોટા મારી પાસે છે. તેવી યુવતીને ધમકી આપતો હતો જેથી તેને કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગોધરા ની ભુમી વિશે યોગી આદિત્યનાથે શું કહ્યું જાણો..

elnews

નરેશ પટેલ પ્રથમ વખત સ્ટેજ પરથી કહી રાજકારણની વાત

elnews

શહેરના પતંગ બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી

elnews

Leave a Comment

error: Content is protected !!