EL News

સ્ટેટ મોનિટરીંગની અમદાવાદમાં દરોડાની મોટી કાર્યવાહી

Share
Ahmedabad :

જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગની ટીમ કડક કાર્યવાહી સામે આવી છે. જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર એક સરકારી મકાનમાં 4 પોલીસ કર્મીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ જુગારને લઈને મોટી કાર્યવાહી કરાઈ રહી છે.

PANCHI Beauty Studio
Advertisement

છેલ્લા કેટલાક સમયથી જુગારના અડ્ડા પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગની ટીમ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતા. કુખ્યાત બાબુ દાઢીના અટ્ટા પર આ દરોડા પડાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સ્ટેટ મોનિટરીંગની દરોડાની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. જેમાં આજે મોટી કાર્યવાહી અમદાવાદમાં કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો… આ પ્રોફિટ શેરિંગ કંપનીએ રોકાણકારોને અમીર બનાવ્યા છે

અમદાવાદામાં સાબરમતી વિસ્તારમાં સરકારી મકાનની અંદર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસ કર્મીઓને પકડવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સ્ટેટ મોનિટરીંગની રડારમાં અમદાવાદના કેટલાક વિસ્તારો છે જ્યાં આ મામલે અગાઉ પણ કડક કાર્યવાહી કરાઈ હતી.

જો કે, સ્ટેટ મોનિટરીંગના હથ્થે અલગ અલગ એજન્સીઓમાં ફરજ બજાવી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે પરંતુ સત્તાવાર પોલીસ ટૂંક સમયમાં પોલીસ કર્મીઓના નામ પણ જાહેર કરી શકે છે. જુગાર રમવા આવેલા અન્ય 3થી 4 લોકોને પણ પકડવામાં આવ્યા છે. આમ 7થી 8 લોકોને પકડવામાં આવ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મેઘરાજાની વિસર્જન યાત્રા અને મેળો.

elnews

જાણો સુરત શહેરના નવા મેયર પદે કોનું નામ થયું જાહેર

elnews

બાપુનગરમાં લાગેલી આગની ઘટનાની તપાસ કરાશે

elnews

Leave a Comment

error: Content is protected !!