EL News

બજારમાં નવી છોકરી”એ કાપડના વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો

Share
Surat, EL News
સુરતમાં કાપડના એક વેપારીને કોઈ ગઠિયાએ મોબાઇલમાં વોટ્સએપ મેસેજ કરી કહ્યું કે, ‘બજારમાં નવી છોકરી આવી છે’. ત્યાર બાદ વેપારીને એક ફ્લેટમાં બોલાવી ત્યાં ગઠિયાઓએ પોલીસના સ્વાંગમાં હેનિટ્રેપમાં ફસાવી રૂ. 50 લાખ પડાવી લીધા બાદ વધુ રુ. 20 લાખની માગ કરતા વેપારીએ વાસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે એક મહિલા સહિત કુલ 6 ઇસમો સામે ગુનો નોંધી ઠગ ટોળકીના 2 સભ્યોની ધરપકડ કરી છે.
PANCHI Beauty Studio
3 ઇસમો પોલીસના સ્વાંગમાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ, વેસુ વીઆઈપી રોડ પર રહેતા કાપડના 48 વર્ષીય વેપારીને તેમના મોબાઇલ પર વોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં ‘બજારમાં નવી છોકરી આવી છે’ એવું કહ્યું હતું. આ મેસેજમાં એડ્રેસ તરીકે નાનપુરા સંતોક એપાર્ટમેન્ટનું સરનામું પણ હતું. આથી વેપારી ત્યાં પહોંચ્યો હતો. થોડા સમય બાદ ફ્લેટમાં ત્રણ જેટલા માણસો પોલીસના સ્વાંગમાં આવ્યા હતા અને ખોટો કેસ કરી હનિટ્રેપમાં ફસાવી બદનામીથી બચવા રૂ.10 લાખ પડાવ્યા હતા.
વેપારીને વારંવાર બ્લેકમેલ કરતા હતા
ત્યાર બાદ ટોળકીએ વેપારીને અનેકવાર ધામ ધમકી આપી અને બ્લેકમેલ કરી તેની પાસેથી કુલ રૂ. 40 લાખ લીધા હતા.  તેના પછી પણ ટોળકી દ્વારા વધુ રૂ. 20 લાખની માગણી કરવામાં આવી હતી. આથી કંટાળીને વેપારીએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે વેપારીની ફરિયાદના આધારે તપાસ કરતા આ હનિટ્રેપમાં એક મહિલા સહિત કુલ 6 લોકો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર્યવાહી કરી ટોળકીના બે સભ્ય આરોપી નિકુલ પરસોતમ સોલંકી અને પિયુષ ઉમેશ વ્હોરાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રાધાર શિવરાજ અને યુવતી સહિત અન્ય 4 ફરાર છે. તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

એક યુવકે માનસિક બિમારીના કારણે આપઘાત કરી લીધો હતો

elnews

અમિતાભ બચ્ચન ગૌરખ નાથ આશ્રમની મુલાકાત લેશે.

elnews

સુરતની કીમ પોલીસે માનવતા મહેકાવી

elnews

Leave a Comment

error: Content is protected !!