EL News

અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીએ તોડફોડ કરી

Share
Ahmedabad :

અમદાવાદમાં એલડી આર્ટ્સ કોલેજમાં આજે તોડફોડની ઘટના સામે આવી હતી. એક વિદ્યાર્થીએ ભાન ભૂલીને પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર પોલીસ ફરીયાદ નોંધાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

Measurline Architects
Click Advertisement To Visit

યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ એલ.ડી. આર્ટ્સ કોલેજમાં અર્જુન દેસાઈ નામના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી હતી. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી. પરંતુ પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી. અર્જુન દેસાઈ સહીતના અન્ય તેના સાથી મિત્રો દ્વારા હેરાનગતિની ફરીયાદો મળતી હતી  મળતી વિગતો અનુસાર આ વિદ્યાર્થી પ્રોફેસરોને હેરાન કરતો હતો અને હેરાન કરવા માટે વિદ્યાર્થીઓના વીડીયો ઉતારતો હતો.

આ પણ વાંચો… ગોધરામાં તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો

આ સમગ્ર મામલે ફરીયાદ મળતી હતી આ ઉપરાંત અંદર ક્લાસ ચાલતો હતો અને બહારથી ક્લાસ બંધ કરી દીધો હતો ત્યારે આ સમગ્ર મામલે પ્રિન્સિપાલની ઓફિસમાં બોલાવતા, ત્યાં ઓફિસમાં તોડ ફોડ કરી હોવાની વિગતો મળી રહી છે. ત્રીજા સેમેસ્ટર અર્જુન દેસાઈ, આકાશ દેસાઈ ઈફેકલ્ટી મેમ્બરને હેરાન કરતા હોવાની વિગતો મળી રહી છે ત્યારે આ સમગ્ર ઘટનાને જોતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કોલેજ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવે તેવી ફિલ્મ છે “લેન્ડ ગ્રેબિંગ”…

elnews

રાજકોટમાં પાંચ વર્ષ પહેલા બનનાર બનાવમાં કોર્ટે સજા સંભળાવી.

elnews

વડોદરામાં ઔધોગિક એકમો પર આઈટીની તવાઈ,

elnews

1 comment

દરરોજ પાણીને ગરમ કરીને પીવાથી મળશે શરીરને ફાયદા - EL News September 26, 2022 at 7:17 pm

[…] આ પણ વાંચો… અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્ય… […]

Reply

Leave a Comment

error: Content is protected !!