31.5 C
Gujarat
September 13, 2024
EL News

આજની જીવનશૈલી પ્રમાણે કમરના દુખાવાની સમસ્યા ઊભી થાય છે.

Share
Health Tips :
કમરના દુખાવાની સમસ્યાના કારણો : આજની જીવનશૈલી પ્રમાણે વધારે કામકાજ અને નોકરીઓ તેમજ દોડધામ ભર્યા વાતાવરણ સાથે શરીરમાં યોગ્ય પોષણનો અભાવ અને જમવાની ખોટી આદતો તેમજ વધુ પડતા ટેંશન લેવાથી કમરના દુખાવાની સમસ્યા ઊભી થાય છે.
PANCHI Beauty Studio
Advertisement
પહેલા ફક્ત ઉંમરલાયક વ્યક્તિઓમાં કમરનો દુખાવો વધુ રહેતો હવે તો યુવાનો અને સ્ત્રીઓમાં આ સમસ્યા ઘર કરી ગઈ છે.તે ઉપરાંત વિટામિન ડી, વિટામીન b12, કેલ્શિયમ ની ઉણપથી, ઊંચી એડીના સેન્ડલ પહેરવાથી સ્ત્રીઓમાં કમરનો દુખાવો થાય છે, સુવાની પથારી (ગાદલું )બરોબર ના હોય કે વધારે પડતું પોચું હોય તો પણ કમરનો દુખાવો થાય,વધારે સમય એક જ સ્થિતિમાં કામ કરવાથી પણ આવું બની શકે.

આ પણ વાંચો…બેસનનો શીરો બનાવવાની રેસીપી

તેના સામાન્ય ઈલાજમાં નવશેકુ પાણી કરીને દુખાવાના ભાગ પર શેક લેવાથી, આઇડેક્સ થી મસાજ કરવાથી, અજમાને ગરમ કરેલ કોપરેલમાં નાખી ઠંડુ પડવા દઈ તેને ગાળીને બોટલમાં ભરી રોજ દુખાવા પર હળવા હાથે માલીશ કરવી. યોગાસન કરવાથી ખુબ લાભ થાય છે. તેમાં હલાસનને અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. હલાસન કરવાથી રાહત થશે. હાડકા ના રોગના દર્દીઓ કે અન્ય કોઈ બીમારીથી પીડાતા દર્દીઓએ દાક્તરની સલાહ મુજબ જ યોગાસન કે અન્ય કસરતો કરવી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

તમારા પેટ પર સૂવાથી ઘણું નુકસાન થઈ શકે છે

elnews

વજન ઘટાડવાની આ રીતો આ વર્ષે ટ્રેન્ડમાં છે

elnews

ચશ્માના વધતા નંબર અટકાવશે આ 3 બીજ, દૂધ સાથે લેવાથી

elnews

Leave a Comment

error: Content is protected !!