31.5 C
Gujarat
September 13, 2024
EL News

અદાણી ફાઉન્ડેશન,દહેજ દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી વાગરા તાલુકાની સરકારી શાળાના અઢી હજાર બાળક જોડાયા

Share
EL News

દહેજ, ભરૂચ : દરવર્ષે 23મી એપ્રિલનો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વાંચનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. યુવા વાચકોને પુસ્તક વાંચન માટે પ્રોત્સાહિત કરીને વાંચન સંસ્કૃતિ કેળવવાનો અદાણી ઉત્થાન પ્રોજેક્ટનો અનેક પૈકી એક ઉદ્દેશ છે.

Measurline Architects

 

આ વર્ષે પુસ્તક દિવસ ૨૩ એપ્રિલે રવિવાર હોવા છતાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની લખીગામ, લુવારા, અંબેઠા, દહેજ, સુવા, રહીયાદ, અટાલી,  વેંગણી, કલાદરાની દસ પ્રાથમિક શાળામાં પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ૨૪૬૫ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકોનું વાંચન કર્યું હતું. પુસ્તકના વિવિધરંગી ટેગ બનાવ્યા હતા. શિક્ષકોએ દરેક વિદ્યાર્થીને આવનારા વર્ષમાં 25 થી 50 પુસ્તકો વાંચવાના શપથ લેવડાવ્યા હતા.

આ પણ વાંચો…ગાંધીનગર: દહેગામમાં દીકરી જન્મતાં પત્ની પર પતિ શંકા રાખતો

વિદ્યાર્થીઓએ લેવામાં આવેલી શપથ પણ રસપ્રદ હતી જેમાં વાંચન અને પુસ્તકનો મહિમા હતો. દરેક વિદ્યાર્થી અભ્યાસ સિવાયના પુસ્તકોનું વાંચન કરે એ માટે પ્રોત્સાહક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ અલગ અલગ પુસ્તકના કવર પેજને ડિઝાઇન કરીને સજાવ્યા હતા. અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં દસ સરકારી શાળાઓમાં ૨૦૦૦ જેટલા અલગ અલગ પુસ્તકનું વિતરણ કર્યું છે. કલાદરા અને કોળીયાદની શાળામાં લાઈબ્રેરી કોર્નર વિકસાવવા કબાટનો સહયોગ કરવામા આવ્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

 

Related posts

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા,

elnews

આ યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં રૂપિયા ટ્રાંસફર કરવામાં આવે છે.

elnews

ભારે વરસાદ થતા ઝુંડાલમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ

elnews

Leave a Comment

error: Content is protected !!