22.9 C
Gujarat
March 22, 2023
EL News

સુરતમાં ચોરી કરી ‘બંટી-બબલી’ નેપાળ ભાગ્યા

Share
 Surat, EL News

શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે અને ઘણા સમયથી પોલીસથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરાઈ છે. જે હેઠળ સુરત પોલીસને મોટી સફળતા મળી છે. ચોરીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપી પતિ-પત્નીને સુરત પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે.

Measurline Architects

વર્ષ 2009માં દાગીના-રોકડની કરી હતી ચોરી 

મળતી વિગત અનુસાર, સુરત પોલીસને બાતમી મળી હતી કે, વર્ષ 2009માં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ત્રિકમનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સાકરિયાના મકાનમાં કામ કરતો મૂળ નેપાળનો કાલુસિંહ ઉફે પદમ ઉર્ફે પ્રકાશ ટીકારામ ઉર્ફે પ્રેમ બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની સાજનબેન ઉર્ફે ધના કાલુસિંહ ઉર્ફે પ્રકાશ જે તે સમય મકાન માલિકના ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ મળી કુલ 1 લાખથી વધુની મતાની ચોરી કરીને વતન નેપાળ ભાગી ગયા હતા. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા અને છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહે છે.

આ પણ વાંચો…ગાંધીનગર: ચરેડી છાપરામાં પોલીસની મોટી કાર્યવાહી

સુરત પોલીસની ટીમ મુંબઈ પહોંચી

આથી સુરત પોલીસની એક ટીમ બાતમીના આધારે મુંબઈ પહોંચી હતી અને આરોપી દંપતીને ઝડપી લીધા હતા. સુરત પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે આરોપીઓએ અન્ય કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

લઠ્ઠાકાંડ: ભોગ લેનાર કેમિકલ કાંડમાં સમીર પટેલને શોધવા પોલીસે સર્ચ ઓપરેશન.

elnews

ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશે

elnews

સુરત જિલ્લામાં 12 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની ટકાવારી

elnews

Leave a Comment

error: Content is protected !!