21.1 C
Gujarat
December 6, 2024
EL News

અમદાવાદ પોલીસ પૂર્વ IPSના કેસની તપાસ કરશે

Share
Ahmedabad , EL News

પૂર્વ IPS અધિકારીને ખોટી રીતે એફી઼ડેવીટ કરીને બદનામ કરવાના કેસ મામલે તપાસ અમદાવાદ પોલીસને સોંપાઈ છે. આ પહેલા કેસ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. એસઓજી આ મામલે તપાસ કરતી હતી ત્યારે હવે આ કેસની તપાસ અમદાવાદ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે.

Measurline Architects

પાંચેય આરોપીઓને અમદાવાદ શહેર પોલીસને હવાલે કરાયા છે. અગાઉ આ કેસની તપાસ ગાંધીનગર એસઓજી દ્વારા કરવામાં આવી રહી હતી. ગુજરાત ATS દ્વારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ખોટા બદનક્ષીના કેસની ફરિયાદ અમદાવાદ પોલીસને ટ્રાન્સફર કરતા શહેર પોલીસ તપાસ કરશે.

આ પણ વાંચો…સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ કેસમાં 3 દોષિતોને સસ્પેન્ડ કરાયા

નિવૃત આઈપીએસને બદનામ કરવાનું ષડયંત્ર કરવાનો મામલો સામે આવ્યો છે. મહિલા પર દુષ્કર્મનો ખોટો આરોપ મુકી એફીડેવિટ વાયરલ કરવા મામલે બે કથિત પત્રકાર અને ભાજપ નેતા સહીત 5ની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જેની સ્પષ્ટતા એટીએસ દ્વારા પ્રેસ મીડિયા સમક્ષ કરવામાં આવી હતી. એક મહિલાના સહારે તોડ કરવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. મહિલા સાથે દુષ્કર્મ કર્યાનું ખોટું સોગંદનામું કરાયું હતું, બે ઉચ્ચ અધિકારીઓને ફસાવવાનું આ કાવતરું રચાયું હતું. એફીડેવિટમાં પણ છેડછાડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીઓ સામે ખંડણી સહીતના ગુનાઓ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે જીકે પ્રજાપતિ, હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર, આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની આ બધાને ડીટેઈન કરાયા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરામાં મહિલાને માથાના ભાગે ઝાડું મારતા મહિલાનું મોત

elnews

અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગમાં ગેરહાજર કર્મચારીઓ સામે ફરીયાદ

elnews

રાજકોટમાં મારામારીના વધુ બે બનાવ

elnews

Leave a Comment

error: Content is protected !!