28 C
Gujarat
September 13, 2024
EL News

AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

Share
Ahmedabad:

અમદાવાદ મ્યુનિસિપિલ કમિશન થેન્નારસનની જ્યારથી કમિશનર પદે નિમણૂક થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એએમસી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Measurline Architects
Click Advertisement To Visit

આ પણ વાંચો…રાજકોટ મનપામાં ૩૭ કર્મચારીઓએ આપ્યું સ્વૈચ્છીક રાજીનામું

કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોની ઓફિસોમાં કે પછી કોર્પોરેશન હસ્તકની તમામ જગ્યાએ જ્યાં ગાર્ડ રહે છે તેમની બાયોમેટ્રીક હાજરી રાખવા મામલે આદેશ કર્યો છે. સિક્યોરિટી એજન્સીઓ મામલે પણ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારના લાલીયાવાડી ચલાવવામાં નહીં આવે તેમ સ્પષ્ટ દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં હવે આ નિયમ પણ લાગુ કરવામાં આવશે.

ખાસ કરીને સિક્યોરિટી ગાર્ડ સમયસર શિફ્ટ મુજબ ફરજ પર હાજર રહી શકે અને નિયમિતા જાળવે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આમ આ મહત્વનો નિર્ણય સિક્યોરીટી ગાર્ડને લઈને પણ લેવામાં આવ્યો છે.

દરેક એજન્સીના સિક્યોરિટી ગાર્ડ પોઈન્ટ પર હાજરી સમયે એજન્સી દ્વારા આપવામાં આવેલ એપોઈન્ટમેન્ટ લેટર, આઈ કાર્ડ, તેમનો ઓળખનો પુરાવો, શારીરિક યોગ્યતાનો પુરાવો, ઉંમરનો પુરાવો, પોલીસ વેરીફીકેશનની ચકાસણી અને તમામ સિક્યોરીટી ગાર્ડએ સાથે રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે હવે આ સાથે બાયોમેટ્રિક સિસ્ટમથી ગાર્ડની હાજરી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ આ મામલે મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેથી હવે ગાર્ડ પણ તેમની ફરજ પર યોગ્ય સમયે પહોંચશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ઈ-લોકાર્પણ

elnews

ગાંધીનગર: રાંદેસણમાં મેટ્રો ટ્રેનના પાટા નીચે સપોર્ટમાં મૂકવામાં આવેલી રૂ.2.40 લાખની લોખંડની બેઝ પ્લોટની ચોરી કરનારા 3 ઝડપાયા

elnews

આણંદ: બોરસદની સબ-જેલમાંથી મોડી રાતે ચાર અન્ડરટ્રાયલ કેદીઓ ફરાર

elnews

Leave a Comment

error: Content is protected !!