35.1 C
Gujarat
October 3, 2024
EL News

રાજકોટમાં ઔદ્યોગિક માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો

Share
રાજકોટ

પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન માઇક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજના સંદર્ભે બહુમાળી ભવન ખાતે નાના, સુક્ષ્મ ઉદ્યોગો અને સ્વ સહાય જૂથોના ઉદ્યોગનો વિકાસ કરતો માર્ગદર્શન રૂપ સેમિનાર ગુજરાત એગ્રો ઇન્ડસટ્રીઝ કોર્પોરેશન લિ. અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના સહયોગથી યોજાયો હતો. દેશભરમાં ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ ખૂબ જ ઝડપી વિકસી રહ્યો છે.

PANCHI Beauty Studio
Advertisement

ઉદ્યોગોની શરૂઆત, પ્રોડકશન, માર્કેટીંગ વગેરે ક્ષેત્રોમાં અનુભવવી પડતી તમામ મુશ્કેલીઓ વિશે આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં અવ્યું હતું. તેમજ ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો, તેમાં થતો મશીનનો ઉપયોગ તથા તેનાથી થતા લાભો અને મશીન ખરીદવા સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાય અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત લાઈવ ડેમોનસ્ટ્રેશન બતાવીને તેમજ ઉદ્યોગોને લગતા તમામ પ્રશ્નોના તજજ્ઞોએ નિરાકરણ સૂચવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ પ્રમુખ પરાગભાઇ તેજોરાએ જણાવ્યું હતું કે, પી.એમ.એફ.એમ.ઈ. યોજના અંતર્ગત ઘરે બેસીને દરેક વ્યક્તિ રોજગાર મેળવીને આત્મનિર્ભર બને તે હેતુસર સરકારશ્રી દ્વારા ઉદ્યોગને લગતી નાનામાં નાની રકમની મશીનરીઓ ખરીદવા સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યના દરેક ગામડાના લોકો સુધી પહોંચે તેવો સરકારશ્રીનો અભિગમ છે.

આ પણ વાંચો… નવરાત્રિમાં અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ

આ સેમિનારમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.નાં કન્સલ્ટન્ટ ડૉ.સંજુ બહેન શર્માએ રાજકોટની ઉદ્યોગ સાહસિક પ્રજાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આ યોજનાનો લાભ લેવા માટેની સૌથી વધુ અરજી કરનારાઓમાં રાજકોટ જિલ્લો પ્રથમ સ્થાને છે. આ કાર્યક્રમમાં ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને ૩૫%(મહત્તમ રૂ.૧૦ લાખ) ક્રેડિટ લીંકડ સબસીડી તેમજ ખેત ઉત્પાદન સંગઠન, સ્વ સહાય જૂથ, સહકારી મંડળીઓ અને સૂક્ષ્મ ઉદ્યોગોની ૩૫% (વધુમાં વધુ ૩ કરોડ) સુધીની સબસીડી મળવાપાત્ર છે. આ સેમિનારમાં સ્ટેટ પ્રોજેકટ મેનેજરશ્રી દિપ્તીબેન પરમાર, ડો. પિનલબેન અને હોર્ટીકલ્ચર આસિસ્ટન્ટ ડિરેક્ટર હિરેનભાઈ ભીમાણી સહિતના અગ્રણીઓએ લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરી લોકોની સમસ્યાઓના નિકાલ માટે માર્ગદર્શન પૂરું પાડયું હતું. જે અંતર્ગત ખેડૂતો, ઉધોગપતિઓ, નવા ઉદ્યોગો સ્થાપિત કરવા ઇરછતા યુવાનો સહિતના ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

રાજકોટવાસીઓમાં આનંદ એશિયાટિક લાઈન સફારી પાર્ક બનશે

elnews

રાજકોટ: પોતાને કલ્કી અવતાર માનનારા રમેશચંદ્રે ફેફરે

elnews

નરેશ પટેલ પ્રથમ વખત સ્ટેજ પરથી કહી રાજકારણની વાત

elnews

Leave a Comment

error: Content is protected !!