14.5 C
Gujarat
December 13, 2024
EL News

ગાંધીનગરમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Share
Gandhinagar :

આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન ગાંધીનગર શહેર-જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ પેદા ન થાય તેમજ સામાન્ય નાગરિકોની શાંતિમાં ખલેલ ન પહોંચે, તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

PANCHI Beauty Studio
Advertisement
આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોષી દ્વારા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે આગામી તા. ૦૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીયપક્ષોના ઉમેદવારો, કાર્યકર્તાઓ, અપક્ષ ઉમેદવારો, ચૂંટણી એજન્ટો, સમર્થકો દ્વારા ચૂંટણી પ્રચાર ઝૂંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે. પ્રચાર માટે ઊંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ પેદા થાય છે. સામાન્ય જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવાનું જરૂરી છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા બાદ જ સવારના ૬.૦૦ કલાકથી રાતના ૧૦.૦૦ કલાક સુધી થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા મોટર વ્હિકલ એકટ હેઠળના સક્ષમ અધિકારીની નિયમાનુસા૨ની ૫રવાનગી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મૂકી શકાશે નહીં. આવી પરવાનગી મેળવેલાં વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પ્રથમ નિયત નમૂનામાં અરજી કરીને સંબંધિત ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી વાહન પરમીટ લેવાની રહેશે તેમજ વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો… ડુંગળીના અથાણાની રેસીપી

તદુપરાંત, કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે ૫૨વાનગી / ૫૨મીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતાં પહેલાં લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખિત ૫૨વાનગી વગ૨ કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે, તો ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડ સ્પીકર મૂકવા માટે ઉપયોગમાં લેવાયેલાં તમામ સાધનો/ઉપકરણો જપ્ત ક૨વામાં આવશે. કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત ક૨વામાં આવેલ સમયના ૪૮ કલાક પહેલાંના સમયગાળા દરમ્યાન કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો અમલ હુકમની તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી એટલે કે તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ક૨વાનો ૨હેશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

elnews

ગુજરાત LSA, DoT દ્વારા વડોદરા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ

elnews

રાજકોટમાં એક બાજુ દિવાળી ત્યારે બીજી બાજુ જુગાર ક્લબ

elnews

Leave a Comment

error: Content is protected !!