29.1 C
Gujarat
December 7, 2024
EL News

થાપણદારોને શોધીને બેંકો પરત કરશે નાણાં

Share
Business, EL News

RBI હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજો રૂપિયાના માલિકોને શોધવા માટે 100 દિવસની ઝુંબેશ શરૂ કરાશે. આ અભિયાનને 100 દિવસ-100 પેજીસ નામ આપવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ, દરેક બેંક 100 દિવસની અંદર દેશના દરેક જિલ્લામાં ટોચના 100 દાવા વગરના થાપણદારોને શોધીને નાણાં ચૂકવશે.

PANCHI Beauty Studio
તાજેતરની એક મીટિંગ દરમિયાન, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ દાવા વગરની રકમ અંગે નિયમનકારોને કહ્યું હતું કે, જ્યાં પણ દાવો ન કરેલી રકમ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા વીમાના રૂપમાં પડેલી હોય ત્યાં તેને પરત કરવા કે નિવેડો લાવવા આદેશ કરાયો છે.

આરબીઆઈના આદેશ પર, તમામ બેંકો 1 જૂનથી આ અભિયાન શરૂ કરશે. નિયમ મુજબ, કોઈપણ બચત અથવા ચાલુ ખાતું કે જે 10 વર્ષ સુધી ઓપરેટ ન થયું હોય અથવા ટર્મ ડિપોઝીટ ખાતું જેમાં 10 વર્ષ સુધી કોઈ દાવો ન હોય તો આવા ખાતાઓમાં પડેલી રકમને દાવા વગરની અથવા દાવો ન કરેલી રકમ તરીકે ગણવામાં આવે છે. બેંકો પણ આ ગ્રાહકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ હોવા છતાં, જો કોઈ દાવેદાર ન મળે, તો તે વિશેષ ખાતામાં જાય છે.

આ પણ વાંચો…અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં સૌથી વધુ દાવા વગરની રકમ છે.

જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ રૂ. 35,000 કરોડની રકમ છે જેના પર કોઈએ દાવો કર્યો નથી. સરકારી બેંકોએ આ નાણાં રિઝર્વ બેંકને ટ્રાન્સફર કર્યા છે. આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI પાસે 8,086 કરોડ રૂપિયાની દાવા વગરની રકમ છે. તે પછી પંજાબ નેશનલ બેન્કમાં રૂ. 5,340 કરોડ, કેનેરા બેન્કમાં રૂ. 4,558 કરોડ અને બેન્ક ઓફ બરોડામાં રૂ. 3,904 કરોડ છે.

2021 સુધીમાં જીવન વીમા કંપનીઓ પાસે રૂ. 22,043 કરોડ અને બિન-જીવન વીમા કંપનીઓ પાસે રૂ. 1,241.81 કરોડ દાવા વગરના છે. એકલા LIC પાસે આવી થાપણો રૂ. 21,538.93 કરોડ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

ટાટા ગ્રૂપની આ કંપનીએ કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે

elnews

શેરબજારમાં તેજીનો દોર ચાલુ, તોફાની વૃદ્ધિ સાથે સેન્સેક્સ 65000ને પાર

elnews

આ શેરે 1 વર્ષમાં 850% વળતર આપ્યું, રોકાણકારોની ચાંદી

elnews

Leave a Comment

error: Content is protected !!