30.1 C
Gujarat
June 2, 2023
EL News

મહેનત કરવા છતાં અસફળતા: જુઓ તમારા બેડરૂમ ને વાસ્તુ ની દ્રષ્ટીએ..

Share
Lifestyle:

 

જીવનમાં સફળતા મેળવવા અને ખુશ રહેવા માટે લોકો અનેક ઘણી મહેનત કરતા હોય છે, પરંતુ ઘણી વાર મહેનત કરવા છતા પણ સારું પરિણામ મળતુ હોતુ નથી અને વ્યક્તિ માનસિક રીતે કંટાળી જાય છે.

સફળતામાં પ્રોબ્લેમ્સ આવવા લાગે એટલે વ્યક્તિ અનેક રીતે દુખી થાય છે અને મનથી પડી ભાંગે છે. જો કે આ બધા પાછળ ક્યાંકને ક્યાંક વાસ્તુ જવાબદાર હોય છે.

આમ, જો તમારી સાથે પણ કંઇક આવું થઇ રહ્યું છે તો તમારા આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. આ માટે બેડરૂમમાં પોઝિવિટ એનર્જી ના હોય તો આનો સીધો પ્રભાવ તમારા જીવન પર પડે છે અને સફળતા મળતી અટકી જાય છે.

આ માટે તમારે બેડરૂમમાં અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે તમે પણ..

 

મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ બેડની પાસે પાણીનો જગ અથવા તો પાણીનો ગ્લાસ રાખતા હોય છે. જો તમે પણ કંઇક આવું કરી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. વાસ્તુ અનુસાર તમારે ક્યારે પણ બેડની બાજુમાં પાણીનો ગ્લાસ કે પાણીનો જગ મુકવો જોઇએ નહીં. આનો ખરાબ પ્રભાવ તમારા ઘર પર પડે છે.

 

બેડરૂમમાં ક્યારે પણ દેવી-દેવતાની તસવીર લગાવશો નહિં. આ તસવીરને રૂમમાં લગાવવી શુભ માનવામાં આવતું નથી. આ સિવાય બેડરૂમનો દરવાજો ખોલો ત્યારે કોઇ પણ રીતનો અવાજ આવવો જોઇએ નહિં. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. આનાથી તમારા ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે અને તમને સફળતા મળતી અટકી જાય છે.

બેડરૂમમાં શું રાખવું અને શું નહીં

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ અને સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

આ વસ્તુઓ ખાવાથી સ્પર્મ થાય છે ડેમેજ, નહીં બની શકો પિતા, હવેથી કેવી રીતે રાખશો સાવધાની?

elnews

This game is quite popular among players, but if …

elnews

20 August 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews

Leave a Comment

error: Content is protected !!