33.2 C
Gujarat
April 25, 2024
EL News

આ ઘટનાને જોતા ઈસનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

Share
Ahmedabad:

 

શ્રાવણ માંસના પવિત્ર તહેવારમાં જ અમદાવાદમાં મંદિરની બહાર ગૌવંશના ટૂકડા મળ્યા છે. આ ઘટનાને જોતા ઈસનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

 

ગૌ વંશની કતલ કરીને કોઈ થેલામાં ભરીને મંદિર બહાર ફેંકી જતા લોકોની આરોપીઓને પકડવાની માંગ ઉઠી છે. આ મામલે ત્યાંના સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઈસનપુરમાં આ ઘટનાને જોતા ધીમે ઘીમે દુકાનો બંધ થઈ રહી છે.


 

ઇસનપુર, અમદાવાદ

આજે વહેલી સવારે અમદાવાદમાં ઈસનપુર વિસ્તારની અંદર ગોવિંદવાડી પાસે આ પ્રકાર શંકર ભગવાનના મંદિર પાસે બહાર ગૌ વંશના ટૂકડા મળ્યા હતા.

જે જોઈ સવારમાં મોટી સંખ્યામાં લોકો મંદિર પાસે ભેગા થઈ ગયા હતા અને આ જોઈ લોકો ભડકી ઉઠ્યા હતા. પ્લાસ્ટિકના થેલામાં કાગળની અંદર વિંટેલી હાલતમાં ટૂકડાઓ રોડ પર જોવા મળતા લાગણી દુઙાતા 24 કલાકમાં આ કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે.

 

રાત્રીના 3 થી 5ના સમય દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન અસામાજીક તત્વો ગાયોની ચોરી કરી કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે.

છતાંય આ બાબતે કોઈ ઠોસ પગલા નથી ભરવામાં આવી રહ્યા તેવું માલધારી પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈનું કહેવું છે. ઈસનપુરની આ ઘટનાને લઈને સવારથી જ અમદાવાદમાં લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

વડોદરામાં શાળાઓ શરૂ કરવા સરકાર પાસે માંગી મંજૂરી

elnews

અમદાવાદઃ ચોમાસું શરૂ થયું નથી અને વરસાદ શરૂ થઈ ગયો છે

elnews

સૌથી કઠિન “પ્રણામાં ગર્ભ પિંડાસન ” કરીને નડિયાદ ની ટ્વિંકલ આચાર્યએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો…

elnews

Leave a Comment

error: Content is protected !!