22.1 C
Gujarat
December 4, 2024
EL News

રાજકોટનાં કણકોટ ગામમાં મત ગણતરી શરુ થશે

Share
Rajkot :
રાજકોટ શહેર અને જીલ્લામાં વિધાનસભાની આઠ બેઠકો માટે 1 ડીસેમ્બરના રોજ પ્રથમ તબકકામાં મતદાન યોજાયું હતું. જેમાં 60.62 ટકા મતદાન થયા બાદ સૌ કોઇને મત ગણતરીના દિવસની આતુરતા છે. મત ગણતરી માટે રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે 8 કલાકે મત ગણતરી શરુ થશે. મત ગણતરીને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
Measurline Architects
Click Advertisement To Visit
રાજકોટના કણકોટ ગામે આવેલ સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે દરેક વિધાનસભા બેઠક વાઇસ 14-14 ટેબલ પર મત ગણતરી થનાર છે. મત ગણતરી માટે 126 ટેબલનો ઉપયોગ કરવામાં આવશે. કુલ 162 રાઉન્ડમાં જીલ્લાની આઠ બેઠકોની મત ગણતરી થવાની છે. મત ગણતરી દરમિયાન દરેક ટેબલ પર એક એક સુપરવાઇઝર તેમજ આસી. સુપરવાઇઝર તેમજ એક એક માઇક્રો ઓબ્ઝર્વરની ટીમ તૈનાત રહેશે.
મત ગણતરી દરમિયાન જે કોઇ પ્રકારની સમસ્યા ન રહે તે માટે ચુંટણી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનીંગ કરવામાં આવી છે. ઇવીએમ મશીનને જયાઁ રાખવામાં આવ્યા છે તે સ્થળ પર લોખંડી બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. રાઉન્ડ ધ કલોક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સતત ખડે પગે બંદોબસ્તમાં રહે છે.

આ પણ વાંચો… અમદાવાદમાં મુખ્યમંત્રીએ લોકોની વચ્ચે માણી ચાની ચુસ્કી

કોઇપણ પ્રાઇવેટ વાહનોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તથા તમામ સરકારી કર્મીઓને તેઓને પુરતી ઓળખ સાથે એન્ટ્રી અને એકઝીટ સમય સાથે નોંધ પણ રાખવામાં આવી રહી છે. એન્જીનીયરીંગ કોલેજ ખાતે પ્રવેશ મેળવતા તમામ વાહનોનું પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
ઘોડેશ્ર્વાર પોલીસ કર્મીઓ દ્વારા પણ કોલેજ આસપાસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમ જ અજાણ્યા શખ્સો પુછપરછ પણ કરવામાં આવી રહી છે. હાલ જીલ્લા વહીવટી તંત્ર – ચુંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે ત્યારે સૌ કોઇને બસ ઇન્તજાર છે પરિણામો કયા પક્ષ તરફ આવશે ? લોકો કયાં ઉમેદવારો પર જીતનો કળશ ઢોળશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગાંધીનગર: છૂટાછેડા આપ્યા વિના જ પતિએ બીજા લગ્ન કર્યાં

elnews

કાઠીયાવાડી સ્ટાઈલમાં કરાયું ટીમ ઈન્ડિયા નું ભવ્ય સ્વાગત

elnews

સૌરાષ્ટ્રમાં અષાઢે મેઘવર્ષામાં પોરબંદર અગ્રસર

elnews

Leave a Comment

error: Content is protected !!