25.3 C
Gujarat
March 25, 2023
EL News

કાપોદ્રાના ડાયમંડના કારખાનામાં 50 લાખના હીરાની થઈ ચોરી

Share
Surat , EL News

સુરતની અંદર હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગઈકાલે જ કાપોદ્રા વિસ્તારના કારખાનામાં હીરા ચોરીની ઘટના બની હતી. 50 લાખના હીરા ચોરી 3 જણ ફરાર થઈ ગયા હતા પોલીસ આ મામલે હરકતમ આવી હતી સુરત પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોની અંદર જ આ ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

PANCHI Beauty Studio

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આશિષ ડાયમંડ નામની ફેક્ટરીમાં હીરાના કારખાનામાં 50 લાખના હીરાની ચોરી ગઈકાલે સવારે શુક્રવારે થઈ હતી. 3 આરોપી આરોપીઓના નામ દિપક અચ્છેલાલ માલી, ચંદ્રેશ મૂળજીભાઈ ચોવટીયા, સુનિલની ધરપક કરી છે. જે ઝડપાયા છે તેમાંથી ચંદ્રેશ મૂળજીભાઈ ચોવટીયા તો કારખાનામાં જ કામ કરતો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ચોરોને ઝડપી ઉદાહણરરુપ કામગિરી ઝડપી કરી હતી.

આ પણ વાંચો…બનાવો સ્પેશિયલ સાબુદાણા ખીચડી, જાણો શું છે રેસીપી

આરોપીઓ કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેમાં આરોપી હીરા ભરેલો બોક્સ લઈને ભાગી ગયો હોવાનું જોવા મળ્યું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરું મેળવીને લાખો રૂપિયાના હીરાની ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં કારખાનામાં કેટલાક વર્ષથી કામ કરતો મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમની ઘટનાઓ બની રહી છે તેમાં પણ ચોરી, લૂંટફાટ સહીતની ધટનાઓ બનતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી

elnews

વનરક્ષક કર્મચારીઓ ગ્રેડ પે વધારાની માંગણી સાથે હડતાળ પર.

elnews

NARMADA: નિકોરા બેટ પર પાણી ફરી વળતા 100 લોકો સલવાયા.

elnews

Leave a Comment

error: Content is protected !!