28 C
Gujarat
September 13, 2024
EL News

રાત્રે આ 2 ડ્રિંક્સ પીવાથી તમને મળશે ફ્લેટ ટમી.

Share
Health Tips :
આ ભૂલને કારણે વજન વધે છે

ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સના જણાવ્યા અનુસાર, જો તમે તમારું વજન ઘટાડવા માટે ગંભીર છો, તો રાત્રે સૂવાના 2 કલાક પહેલા ખોરાક લો, કારણ કે જમ્યા પછી તરત સૂવું સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સિવાય તમારે કેટલાક એવા ડ્રિંક્સનું સેવન કરવું પડશે જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

જાહેરાત
Advertisement

વજન ઘટાડવા માટે રાત્રે આ પીણાં પીવો
1. હળદર દૂધ


હળદરમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, તેથી ઘણીવાર આ મસાલાનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. તે જ સમયે, દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ બંનેનું મિશ્રણ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તેથી રાત્રે હળદર વાળું દૂધ પીવું.

આ પણ વાંચો… કરોડપતિ બનવા માટે અહીં લગાવો રૂપિયા

2. મેથીની ચા

જો તમે સપાટ પેટ મેળવવા ઈચ્છો છો તો આજથી રાત્રે મેથીની ચા પીવાનું શરૂ કરો. જ્યારે તમે રાત્રે વધુ પડતો ખોરાક લો છો ત્યારે સારી પાચનક્રિયાની જરૂર હોય છે, આવી સ્થિતિમાં મેથીની ચા પાચનક્રિયા સુધારી શકે છે અને વજન ઘટાડી શકે છે. આ માટે તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી નાખીને આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ગાળી લો અને રાત્રે થોડું ગરમ ​​કર્યા બાદ પીવો. તેની અસર થોડા દિવસોમાં જોવા મળશે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

હાડકાના દુખાવાની પીડાએ હદ વટાવી દીધી છે

elnews

દાંતના દુખાવા, શ્વાસની દુર્ગંધથી પરેશાન છો ?

elnews

આ પાન ઇન્સ્યુલિન માટે કામ કરશે, તમારા ડાયાબિટીસને

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!