26.8 C
Gujarat
September 26, 2023
EL News

રાજકોટમાં ઉડતા પંજાબ વાળી યુવક પાસેથી પકડાયું ૯૦ હજારનું ડ્રગ્સ

Share
 Rajkot, EL News

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. દિવસેને દિવસે ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, બળાત્કાર વગેરે જેવા બનાવ વધતા જઈ રહ્યા છે. ખાલી નામના જ દારૂબંધી એવા ગુજરાતના રાજકોટમાં હવે દારૂ પકડવો જાણે આમ વાત થઈ ગઈ છે. પરંતુ હવે દારૂની સાથે ડ્રગ્સ પકડાવવા પણ જાણે આમ વાત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

PANCHI Beauty Studio

ફરી એક વખત રાજકોટમાંથી એક યુવક પાસેથી નવ ગ્રામ ડ્રગ પકડતા પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સમયે ૧૫૦ ફૂટ રોડ પરથી એક યુવાનની પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી નવ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યા હતા. હાલ રાજકોટમાંથી રથયાત્રા નીકળવાની હોય કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા સતત ચેકીંગ ડ્રાઇવ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો…  ફક્ત 3 મહિના કામ કરીને કરોડપતિ બની જાય છે લોકો,

ત્યારે આવી જ એક ચેકીંગ ડ્રાઇવ દરમિયાન એક શંકાસ્પદ યુવક મળી આવતા પોલીસે તેની અટકાયત કરી આકરી પૂછપરછ કરી યુવકની તલાશી લીધી હતી ત્યારે તેની પાસેથી ૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત ૯૦ હજાર છે. પોલીસે ડ્રગ્સ કબ્જે કરી યવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Paytmમાં ભાગીદારી વધારવા જઈ રહ્યા છે વિજય શેખર શર્મા

elnews

CM ભુપેન્દ્ર પટેલએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી ..

elnews

IIT ગાંધીનગર દ્વારા મહિલા આદિવાસી કલા પ્રદર્શનનું આયોજન

elnews

Leave a Comment

error: Content is protected !!