17.4 C
Gujarat
January 12, 2025
EL News

રાજકોટમાં આવાસનું નરેન્દ્ર મોદીના હસ્તે કરશે ઈ- લોકાર્પણ

Share
Rajkot :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને 30મી તારીખ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે તો અમદાવાદ મેટ્રો અને ગાંધીનગર ખાતે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે. આ તકે રાજકોટમાં રૂપિયા 334 કરોડના ખર્ચે નિર્માણ પામેલા RMC અને રૂડાના આવાસનું ઈ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

PANCHI Beauty Studio
Advertisement

આ સાથે MIG પ્રકારના 929 આવાસનો ડ્રો અને BLC પ્રકારના 816 આવાસોના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ પણ કરાવવામાં આવશે. રૂડા દ્વારા 90 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 728 આવાસનું પણ ઈ- લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટ વિવિધ 6 સ્થળોએ નિર્માણ પામેલા આ આવાસ યોજનાઓના 3526 આવાસોનું ઈ-લોકાર્પણ આગામી તારીખ 30મીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

આ પણ વાંચો… શુક્રવારે ભાવનગર બસપોર્ટનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે

રાજકોટ મહાનગર પાલિકા અને રૂડાના સંયુક્ત આવાસના ઈ-લોકાર્પણ અંગે રાજકોટ મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન રાણપરા અને બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલની એક યાદીમાં જાણવામાં આવ્યું હતું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ યુવકને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી.

elnews

ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહીત 3 વ્યાજખોરોની ધરપકડ

elnews

ગાંધીનગરના એક CAFEમાં હુક્કાબાર ઉપર SOGની રેડ

elnews

Leave a Comment

error: Content is protected !!