36.3 C
Gujarat
March 29, 2024
EL News

El News: અમદાવાદમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી, આ કારણે મુસળધાર વરસાદ વરસ્યો…

Share

Ahmedabad:

અમદાવાદ(Ahmedabad)માં ચોમાસું (monsoon) બેસી ગયા બાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા બાદ વરસાદ (rain) શુક્રવારથી સાર્વત્રિક અમદાવાદમાં વરસ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદમાં રોજ વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે રવિવારની રાત્રે વરસાદની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. જેમાં અમદાવાદમાં પાલડી સહીતના વિસ્તારમાં 12 ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે હજુ આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લો પ્રેશરની (low pressure) અસરથી આ તીવ્રતા વધી છે. જેના કારણે ભારે વરસાદ ગઈ કાલ રાતથી આજ વહેલી સવાર સુધી જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં સરેરાસ વરસાદ 11 ઈંચ આસપાસ અમદાવાદમાં જોવા મળ્યો છે.લો પ્રેસર બનવાના કારણે વરસાદ વધુ જોવા મળી શકે છે.

ખાસ કરીને આ પ્રકારે વરસાદ ત્રણ વર્ષ પહેલા અમદાવાદમાં જોવા મળ્યો હતો. 4 વર્ષ બાદ ફરી એકવાર તાબડતોડ વરસાદ જોવા મળ્યો હતો.આગામી 5 દિવસની અંદર ફરીથી હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને ઓડીસાની અંદર આવેલા લો પ્રેશરના કારણે ચોમાસુ સક્રીય બની રહ્યું છે.

જે આગળ વધતા તેની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળતા ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.જો કે, ગુજરાત ભરમાં વરસાદની આ સ્થિતિ છે. રાજ્યમાં 14 કલાકની અંદર 14 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ ઉપરાંત ડાંગમાં 12 ઈંચ, બોડેલીમાં સૌથી વધુ 20 ઈંચ, પાવી જેતપુરમાં 13 ઈંચ, છોટા ઉદેપુરમાં અને વાંસદામાં 10-10 ઈંચ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત ચિખલી વઘઈમાં પણ 5 ઈંચ આસપાસ વરસાદ જોવા મળ્યો હતો.

પડી રહેલા અનરાધાર વરસાદના કારણ ડીઝાસ્ટર વિભાગ પણ એલર્ટ શહેરોમાં બની ગયા છે. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા પણ ખડેપગે રહીને કામગિરી કરવામાં આવી રહી છે.

Related posts

અદાણી ફાઉન્ડેશને મણીનગર(રાસ)ની શાળાને ‘સ્માર્ટ સ્કૂલ’ બનાવી!

elnews

પલ્સર વેચી ને લિધી હતી પહેલી ફ્રન્ટી અને ત્યારથી ગાડીઓ ની લે-વેચ નો વિશ્વાસ બન્યું A K Auto Consult.

elnews

ABVP SGGU દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવ્યું…

elnews

Leave a Comment

error: Content is protected !!