32.5 C
Gujarat
October 3, 2024
EL News

અમદાવાદ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા

Share
Ahmedabad , EL News

અમદાવાદ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

ચીફ ઇલેક્ટોરલ ઓફિસર  પી. ભારતી અને અમદાવાદના કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા બેઠકનું આયોજન કરાયું
Measurline Architects
અમદાવાદ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસર  પી. ભારતી અને અમદાવાદના કલેકટરશ્રી ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

          આ બેઠકમાં મતદાર યાદીમાં જે ખાસ સુધારણા કરવાના હતા, તે અંગે નાગરિકત્વની લાયકાતની તારીખો, મતદાર યાદી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ, મતદાર યાદી તપાસવા માટે ઓફલાઈન અને ઓનલાઇન માધ્યમો તથા બુથ લેવલ એજન્ટ અંગેનાં વિવિધ મુદ્દાઓ વિશે રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના પ્રશ્નો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં હતાં.
          આ બેઠકમાં સંયુક્ત ઇલેક્શન ઓફિસર  એ. બી. પટેલ, નાયબ સચિવ નીતિન આચાર્ય, ઉપ સચિવ દિલીપ ભાવસાર, એડિશનલ કલેકટર  ડી. એન. રાંક સહિતના ઉચ્ચ અધિકારી ઓ, વિવિધ રાજકીય પક્ષો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મહિલા અને બાળ વિકાસ વિભાગ નાં મંત્રી ભાનુબેન બાબરીયા હસ્તે Smart ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન Paperless CAD સિસ્ટમનું લોકાર્પણ

elnews

રાજકોટમાં બાળકો માટે નિ:શુલ્ક ‘યોગ સમર કેમ્પ’ યોજાશે

elnews

Sports: વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

elnews

Leave a Comment

error: Content is protected !!