32.5 C
Gujarat
September 29, 2023
EL News

પીપલોદ વિસ્તારમાં રીલાયન્સ સ્માર્ટ બજારમાં લાગી આગ

Share
Surat, EL News

સુરતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સુરત પીપલોદ વિસ્તારમાં રીલાયન્સના સ્માર્ટ બજાપમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ શું હતું તે હજુ અકબંધ છે. આગ લાગતાની સાથે જ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા જેથી રાહતના સમાચાર છે.  ફાયર બ્રિગેડે આગ લાગતાની સાથે જ ત્યાં પહોંચી આગ પર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

PANCHI Beauty Studio

સુરતમાં બે દિવસ પહેલા જ આગની ઘટના બની હતી. જેમાં સચિન જીઆઈડીસીમાંસ્નેહા ડાઈંગ મીલમાં ભીષણ આગની ઘટના બની હતી. ત્યારે ફરી એકવાર આ બનાવ સામે આવ્યો છે. શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન છે જો કે, નક્ક કારણ સામે નથી આવ્યું.

આ પણ વાંચો…હવે ક્યારે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા

સુરતમાં પણ અમદાવાદની જેમ વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પીપલોદ વિસ્તારમાં આગ લાગતા ફાયર વિભાગને તત્કાલ જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે તાબડતોડ પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો. શોર્ટિ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છાસવારે આગની ઘટનાઓ શોર્ટ સર્કિટ સહીતના અન્ય કારણોને લઈને બને છે. ત્યારે અમદાવાદ જેવા શહોરોમાં પણ હાઈરાઈઝ બિલ્ડીંગની અંદર ફાયર વિભાગ દ્વારા લોકોને આગ ફાયર સેફ્ટીના ઈક્વિપમેન્ટની મદદથી કેવી રીતે ઓલવવી તે પણ શિખવવામાં આવી રહ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ: 96 વર્ષનો સૌથી વધુ વરસાદ જૂન-જુલાઇમાં, જ્યારે ઓગસ્ટમાં 86 વર્ષનો સૌથી ઓછો વરસાદ, જાણો સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના

elnews

અમદાવાદ એરપોર્ટ પર અનોખા અંદાજમાં દિવાળીની ઉજવણી

elnews

રખડતા ઢોર મામલે રાજ્યપાલની મહત્વની બેઠક

elnews

Leave a Comment

error: Content is protected !!