29.1 C
Gujarat
December 7, 2024
EL News

રાજ્યમાં વડોદરા શહેરમાં H3N2 વાયરસથી પ્રથમ મોત

Share
Vadodara, EL News

એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.  ફતેહગંજ વિસ્તારની 58 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું છે. હાલમાં રાજ્યમાં H1N1ના 77 કેસ છે. જ્યારે H3N2ના 3 કેસ છે. જેમાં રાજ્યમાં H3N2 વાયરસના કારણે પ્રથમ મોત થયાનું બહાર આવ્યું છે.

Measurline Architects
H3N2 વાયરસના કિસ્સામાં, ઉધરસ અને કફ લાંબા સમય સુધી ચાલુ રહે છે અને તાવ અને ન્યુમોનિયાની પણ સંભાવના છે. ત્યારે વધુ એક દર્દી દેશમાં ગુજરાતમાં આ રોગનો શિકાર બન્યું છે.

આ પણ વાંચો…કામનું / ઈનકમ ટેક્સ રિફંડના રૂપિયા એકાઉન્ટમાં આવ્યા કે નહીં

આ મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા. આ સાથે વેન્ટીલેટર પર પણ મહિલાને રાખવામાં આવ્યા હતા. એચવનએનવનથી મ્યુટેટ થયેલા એચ3એનટુ વાયરસથી દેશમાં આ ત્રીજું મોત થયું છે જ્યારે રાજ્યમાં આ વાયરસના ચેપથી પ્રથમ મોતનો કિસ્સો નોંધાયો છે. મહિલના મોત બાદ તંત્ર દ્વારા પણ સાવધાની બરતવામાં આવી રહી છે.

અમદાવાદમાં સિવિલ સહીત ફ્રીમાં થશે ટેસ્ટ

અમદાવાદમાં પણ H3N2 વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેથી અમદાવાદમાં સિવિલ, એલ.જી., એસવીપી સહીતની હોસ્પિટલમાં ફ્રીમાં ટેસ્ટ થશે. ખાસ કરીને સામાન્ય લક્ષણોવાળા વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને વૃદ્ધો અને બાળકોમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ભરતી: ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન..

elnews

દાદાનાં પ્રયાસો અને સંકલ્પ થી અંગદાન કરવામાં ગુજરાત રાષ્ટ્ર માં પ્રથમ.

elnews

અમદાવાદમાં રમાઈ રહેલી મેચ ભારત માટે ખૂબ જ અગત્યની

elnews

Leave a Comment

error: Content is protected !!