22.9 C
Gujarat
March 22, 2023
EL News

અમદાવાદમાં ફ્લાવર વેલી બનાવવામાં આવશે

Share
Ahmedabad, EL News:

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં પૂર્વ વિસ્તારમાં ફ્લાવર વેલી બનાવવામાં આવશે. અમદાવાદની શોભા એ ફ્વાવર શો બની ગયો છે ત્યારે હવે ફ્લાવર વેલી પણ નવી ઓળખ બનશે. જે રીતે ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ફ્લાવર વેલી છે તેમ અમદાવાદમાં પણ ફૂલોના અદભૂત નજારા સાથેની ફ્લાવર વેલી નિકોલ વિસ્તારમાં તૈયાર કરવામાં આવશે.

PANCHI Beauty Studio
નિકોલમાં ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી તૈયાર થશે
રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં લોકો ફ્લાવર વેલીનો આનંદ માણી શકે તે હેતુથી AMC લોકોને આ ભેટ આપશે. નિકોલમાં ફ્લાવર વેલી ડિઝાઇન કરવામાં આવી છે. આ વેલી ઓફ ફ્લાવર્સ તૈયાર કરવા માટે બાગાયત વિભાગે જે માટેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

કોસ્મોસ ફ્લાવરથી તૈયાર થશે વેલી
શહેર ફ્લાવર વેલીમાં કોસ્મોસ ફ્લાવર હશે જેમાં રાણી, ગુલાબી, સફેદ સહીતના સુંદર ફ્લાવર જોવા મળશે.  ફ્લાવર વેલી તૈયાર થતાં અદભૂત નજારો અહીં લોકોને જોવા મળશે. ફ્લાવર વેલીની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે ત્યારે લોકો માટે ફ્લાવર વેલી બન્યા બાદ ખોલી દેવામાં આવશે.  બાગાયત વિભાગે નવેમ્બર મહિનાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવી ફૂલોની ખીણો અમદાવાદમાં માણી શકાશે.

આ પણ વાંચો…બટાટાને બદલે ક્રિસ્પી રાઈસ સમોસા ટ્રાય કરો

અમદાવાદની ફ્લાવર વેલીમાં ફિલ્મોના શૂટીંગને મળશે પ્રોત્સાહન
ફ્લાવર વેલીમાં ફિલ્મોના શૂટીંગને લઈને એક તરફ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે ઉત્તરાખંડ કે જમ્મુ કાશ્મીર સુધી પણ જવાની જરૂર નથી. ગુજરાતી અને બોલિવૂડ ફિલ્મોને પણ અહીં શૂટીંગ કરવાનો મોકો મળશે આ સાથે જ ટુરીઝમ પણ વિકસશે એ દિશામાં કામગિરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં અત્યારે ફ્લાવર શો રીવરફ્રન્ટની શોભા છે જેમાં એકથી એક ચડીયાતા ફૂલો અહીં લાવવામાં આવે છે દેશ વિદેશની પ્રજાતિના ફૂલો અહીં લાવીને રોપવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ફ્લાવર શો જોવા માટે લોકો આવતા હોય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વરસાદી સીઝનમાં થયેલ નુકશાનમાં ત્રણ લાભાર્થીઓને સહાયના ચેક અપાયાં..

elnews

રાજકોટમાં આવાસનું નરેન્દ્ર મોદીના હસ્તે કરશે ઈ- લોકાર્પણ

elnews

ગુજરાતની 6 ટીપીમાં 26 હજાર EWS આવાસો બનાવવામાં આવશે.

elnews

Leave a Comment

error: Content is protected !!