34.7 C
Gujarat
October 8, 2024
EL News

ગાંધીનગર – સીઆર અને સીએમ 7 જુલાઈએ જશે દિલ્હી

Share
 Gandhinagar, EL News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 7 જુલાઈના રોજ દિલ્હી જશે. જ્યાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાનારી ભાજપા શાસિત રાજ્યોની બેઠકમાં સામેલ થશે.
PANCHI Beauty Studio
કેન્દ્રમાં ફેરફારની શક્યતા વચ્ચે ગુજરાતમાં પણ ફેરફારની સંભાવના છે. સીઆર પાટીલને કેન્દ્રમાં મંત્રી મંડળમાં સ્થાન મળી પણ શકે છે ત્યારે ગુજરાતમાં પણ સંગઠન લેવલે જો તેઓને સ્થાન મળે છે તો પરીવર્તન આવી શકે છે ત્યારે એ પહેલા જ મહત્વની બેઠક દિલ્હીમાં મળી રહી છે.

2024 પહેલા ભાજપ શાસિત રાજ્યોના માળખાને લઈને ફેરફારની શક્યતા છે. ભાજપનો લક્ષ્યાંક આ વખતે 400 સીટો જીતવાનો છે ત્યારે સરકારમાં પરીવર્તનની સાથે સાથે સંગઠનમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે. ત્યારે એ પહેલા 7 જુલાઈએ મહત્વની બેઠક યોજાશે.

ભાજપ કે સંગઠ માળખામાં ફેરફાર પહેલા દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યું છે. જેપી નડ્ડા, બીએલ સંતોષની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે. જેમાં રાજસ્થાન, એમ.પી, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહીતના  પ્રદેશ ભાજપના રાજ્યોના પદાધિકારીઓ સામેલ થશે. આ બેઠકમાં ગુજરાતની વર્તમાન સ્થિતિ શું છે તે બાબતે પણ ચર્ચા થશે.

ગુજરાત ભાજપમાં માળખાને લઈને પણ ચર્ચા થશે. જેપી નડ્ડાની નવી ટીમમાં ગુજરાતના સંગઠનના નામોને લઈને પણ મહત્વની ચર્ચા થશે. ભાજપ શાસિત રાજ્યોમાં સંગઠનના માળખામાં ફેરફારને લઈને પણ કવાયત હાથ ધરાશે.

3 અલગ અલગ બેઠકો નોર્થ, સાઉથ અને ઈસ્ટ રીજનની બેઠકો થશે. જેમાં 6 જુલાઈએ ગુવહાટીની બિહારથી લઈને આસામ સુધીના રાજ્યો સામલે થશે બીજા દિવસે 7 જુલાઈના રોજ બેઠક મળી રહી છે તેમાં સીએમન અને સીઆર પાટીલ ઉપસ્થિત રહેશે. અત્યારની સ્થિતિને જોતા સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતા અથવા એક સાથે સરકરા અને સંગઠનમાં 11 જુલાઈ સુધીમાં પણ ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી 3 સીટો માટે થઈ રહી છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો…      મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ, બિહારથી જમ્મુ સુધી સંભળાયો પડઘો

ખાસ કરીને સીઆર પાટીલના પ્રમોશનને લઈને ચર્ચા થઈ રહી છે ત્યારે સીઆર પાટીલને કેન્દ્રમાં સમાવવામાં આવી શકે છે. પ્રથમ વખત એવું થઈ રહ્યું છે જેમાં અલગ અલગ રાજ્યોની બેઠક થઈ રહી છે ત્યારે આ વખતે બેઠકોના કેન્દ્ર બદલાયા છે. કર્ણાટક સહીતના રાજ્યોની બેઠક હૈદરાબાદમાં થવાની છે. ગુજરાતને લઈને આ વખતે બદલાવને લઈને ચર્ચા પર પણ ફોકસ કરવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ

elnews

અરવિંદ કેજરીવાલ જી 20 સપ્ટેમ્બરે વડોદરા પધારશે.

elnews

અમદાવાદમાં એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ

elnews

Leave a Comment

error: Content is protected !!