EL News

ગાંધીનગર મનપાએ જારી કર્યું ઓરેન્જ એલર્ટ

Share
Gandhinagar, EL News

ગાંધીનગર મનપા દ્વારા ગરમીને જોતા ઓરેન્ડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 43થી 44 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા વચ્ચે આ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે તાપમાનનો પારો સૌથી વધુ આ વર્ષની  સિઝનમાં  વધી શકે છે. સુકી અને ગમર હવા હવા ફૂંકાવાની આગાહી હવામાન વિભાગટ દ્વારા જારી કરવામાં આવી છે.

Measurline Architects
ત્યારે હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે નાગરિકોએ વિશેષ કાળજી રાખવી આવશ્યક છે. હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે આરોગ્ય વિઊાગ દ્વારા વિશેષ કાળજી લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં હીટ વેવની શક્યતાને જોતા નાગરિકોએ તકેદારીનાં પગલાં લેવાં જરૂરી છે. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બાળકો, સગર્ભા, વૃદ્ધો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો…ગીતા મંદિરમાં અસામાજિક તત્વોએ એક મુસાફર પર હુમલો કર્યો

આ પ્રકારે ગરમીથી બચવા કાળજી લો
વધુ પડતી ગરમીના સંજોગોમાં ભીના કપડાથી માથું ઢાંકી રાખો, અવાર-નવાર ભીના કપડાંથી શરીર લૂછો, માટલાનું ઠંડુ પાણી વખતોવખત પીવું. આ ઉપરાંત લીંબુ શરબત, તાડ ફળી અને નાળિયેર પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ વગેરે આરોગ્યપ્રદ પીણા પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.

કાર્યના સ્થળે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા કરવી, કામદાર માટે આરામની વ્યવસ્થા કરવી, શુદ્ધ પાણી, છાશ, ઓ.આર.એસ.ના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી, કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ ન આવે તેવી તકેદારી રાખવી. જાહેર વાહન વ્યવહારના સાધનો, અથવા કાર પુલિંગનો ઉપયોગ કરવો, સૂકાં પાંદડાં, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. ઊર્જાના વૈકલ્પિક સ્રોતોનો ઉપયોગ કરવો. ચક્કર આવતા હોય કે બીમારી હોય તેવા સંજોગોમાં તબીબી સલાહ લેવી અથવા ઘરના કોઈપણ સભ્યને તરત જાણ કરવી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 ક્રિકેટ, ટિકિટના ભાવ આસમાને છે

elnews

રાજકોટ – આત્મીય યુનિવર્સિટીના સંચાલક સામે છેતરપિંડીનો કેસ

elnews

“ફિલ્મ નિર્માતાઓને રોકશો નહીં”: યશ સોની

elnews

Leave a Comment

error: Content is protected !!