33.7 C
Gujarat
November 5, 2024
EL News

રાજકોટમાંથી પકડાઈ એટીએમ માંથી પૈસા ખાલી કરનારી ગેંગ

Share
Rajkot :
રાજકોટમાંથી એટીએમ કાર્ડ બદલી નાખનાર ગેંગ પકડાઈ. પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને લૂખાઓ એટીએમ કાર્ડ બદલી નાખતા. એટીએમ કાર્ડથી ઠગાઇ કરનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી આ ત્રણેય શખ્શો મૂળ બિહારના છે. આ બિહારી ગેંગ પાસેથી કુલ ૧૭ અલગ અલગ એટીએમ કાર્ડ મળ્યા અને અત્યાર સુધીમાં તેમને ૩.૫૬ લાખ રોકડની ઉઠાંતરી કરી જે મુદ્દામાલ પલીસે કબ્જે કર્યો છે. વિગતો મુજબ જો કે લોકોને એટીએમમાં પૈસા ઉપાડવા બાબતે મદદ કરી તેમની સાથે છેતરપિંડી કરતી હાજરથી ગેંગના તન બિહારી શખસોને પોલીસે ઝડપી પાડયા છે.
Measurline Architects
Click Advertisement To Visit
પોલીસે ટોળકીનાં સભ્યોની પુછપરછ કરતા તેમને ત્રણ દિવસ પહેલા કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસેના એટીએમમાંથી એક ગ્રાહકનું એટીએમ કાર્ડ અને પાસવર્ડ મેળવી લઈ તેના ખાતામાંથી રૂ. 11 હજાર ઉપાડી લેવાયાની ભક્તિનગર પોલીસમાં ફરીયાદ થઈ હતી. તે પહેલા આ જ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગાયત્રીનગર મેઈન રોડ ઉપર એસબીઆઈનાં એટીએમમાં ગયેલા ગ્રાહક સાથે રૂા. 68 હજારની ઠગાઈ થઈ હતી. આ બન્ને ગુના નોંધાયા બાદ ભક્તિનગરનાં પીઆઈ એલ.એલ.ચાવડાએ તપાસ શરૂ કરી હતી. આખરે સર્વેલન્સ સ્કવોર્ડનાં ઈન્ચાર્જ એચ.એન. રાયજાદાને મળેલી બાતમીનાં આધારે બન્ને ઠગાઈમાં સંડોવાયેલી મુળબીહારનાં ચંપારણ જીલ્લાની ટોળકીનાં ત્રણ સભ્યો રૂપેશ ધ્રુવભાઈ બૈઠા (ઉ.વ.32), રાકેશ સુખદેવ સાહ (ઉ.વ.32) અને અવનીશ કુમારસિંહ સીબાલસિંહ સીંઘ (ઉં.વ.32)ને ઝડપી લીધા હતાં.

આ પણ વાંચો… અમદાવાદમાં ચૂંટણી પહેલા દરેક પાર્ટીનું પહેલું ફોકસ, કેટલા નવા નોંધાયા મતદારો

આ ટોળકીએ ભક્તિનગરમાં નોંધાયેલા બન્ને ગુના ઉપરાંત એકાદ માસ પહેલા કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસેનાં એસબીઆઈનાં એટીએમમાં એક ગ્રાહક સાથે રૂ. 25 હજારની, બે મહિના પહેલા હોસ્પિટલ ચોકમાં આવેલા એસબીઆઈનાં એટીએમમાં એક ગ્રાહક સાથે રૂ. 45હજારની, બે મહિના પહેલા શાસ્ત્રી મેદાન પાસે આવેલા એસબીઆઈનાં એટીએમમાં એક ગ્રાહક સાથે રૂ. 29,500ની અને બે મહિના પહેલા જીમખાના પાસેના એટીએમમાં એક ગ્રાહક સાથે રૂ. 1.12 લાખની ઠગાઈ કર્યાની કબુલાત આપી હતી. જો કે, આ ચારેય ઘટનાઓ અંગે પોલીસમાં ફરીયાદ નહી નોંધાવાયાનું મનાય છે. પોલીસે જુદી જુદી બેંકનાં 17 એટીએમ કાર્ડ, રૂ. 3.56 લાખ રોકડા કબ્જે કર્યા વધુ કાર્યવાહી હાથધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ હવા ઝેરી બની આ વિસ્તાર દિલ્હી કરતા બત્તર હાલત

elnews

અમદાવાદમાં મુખ્યમંત્રીએ લોકોની વચ્ચે માણી ચાની ચુસ્કી

elnews

સુરત: ડિંડોલીમાં લગ્નના એક મહિનામાં જ પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત,

elnews

Leave a Comment

error: Content is protected !!