22.1 C
Gujarat
December 4, 2024
EL News

ગૌતમ અદાણી ખરીદી શકે છે દેશની આ મોટી કંપની

Share
Business, EL News:

Gautam Adani: પાવર ટ્રેડિંગ કંપની PTC ઈન્ડિયા લિમિટેડ (PTC India Ltd) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે ભારત સરકાર હેઠળની દેશની સૌથી મોટી પાવર ટ્રેડિંગ કંપની છે. બ્લૂમબર્ગના મતે ચર્ચા છે કે ગૌતમ અદાણી આ કંપનીનો હિસ્સો ખરીદી શકે છે. આ ડીલ અંગે હજુ સુધી કોઈ નક્કર સમાચાર પ્રાપ્ત થયા નથી. મળતી માહિતી મુજબ પીટીસી ઈન્ડિયા લિમિટેડમાં હિસ્સો ધરાવતી કેટલીક સરકારી કંપનીઓ અદાણીના સંપર્કમાં છે. આ સરકારી કંપનીઓ તેમનો હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે.

Measurline Architects

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદાણી પીટીસી ઈન્ડિયા (PTC India Ltd) અને તેના બિઝનેસ વિશે વિગતોની તપાસ કરી રહી છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અદાણી ભાગેદારી માટે બોલી લગાવી શકે છે. અદાણીની સાથે સાથે દેશના અન્ય બિઝનેસ ગ્રુપ પણ તેમાં રસ દાખવી રહ્યાં છે. બિઝનેસ ગ્રુપ પણ પોતાના સ્તરેથી કંપનીના બિઝનેસ સાથે જોડાયેલી માહિતી એકત્ર કરી રહ્યા છે.

આ પણ વાંચો…ફિટનેસના આ મંત્રથી થશે બમ્પર કમાણી

પીટીસી ઈન્ડિયામાં ભારત સરકારની નિયંત્રણવાળી એનટીપીસી લિમિટેડ (NTPC Ltd), એનએચપીસી લિમિટેડ (NHPC Ltd), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Power Grid Corp. of India) અને પાવર ફાઈનાન્સ કોર્પ (PFC) કંપનીઓની 4-4% ભાગેદારી છે. આ તમામ કંપનીઓ તેમનો હિસ્સો વેચવાની પ્રક્રિયામાં છે અને આ મહિનાના અંત સુધીમાં બધું નક્કી કરવામાં આવશે.

નોંધનીય છે કે જો અદાણી ગ્રુપ પીટીસી ઈન્ડિયામાં હિસ્સો ખરીદશે તો તે દેશની એનર્જી વેલ્યુ ચેઈનમાં વધુ મજબૂત થઈ જશે. અદાણી ગ્રૂપ પહેલાથી જ દેશના ઉર્જા ક્ષેત્રમાં મજબૂત પકડ બનાવી રહ્યું છે. કોલ માઈનિંગ ટ્રેડિંગ બિઝનેસ, અદાણી ટ્રાન્સમિશનના માધ્યમથી અદાણી ગ્રૂપ વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં પહેલેથી જ એક છાપ બનાવી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે પીટીસી (PTC) પ્રથમ ભારતીય પાવર ટ્રેડિંગ કોર્પોરેશન (Power Trading Corp. of India) તરીકે જાણીતું હતું. તેની વેબસાઈટ મુજબ, તેને 1999માં જાહેર-ખાનગી ભાગીદારી તરીકે સામેલ કરવામાં આવી હતી. 2001 માં, કંપનીએ ઊર્જામાં વેપાર કરવાનું શરૂ કર્યું.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ફેસ્ટિવ સીઝનમાં શરૂ કરો બિઝનેસ, થશે લાખો રૂપિયાનો નફો

elnews

EMI વધી / PNB અને ICICI Bank ના ગ્રાહકોને પડ્યો ફટકો,

elnews

અદાણી ગૃપ આ દિવસે 1.67 કરોડ શેર ખરીદવાની યોજના

cradmin

Leave a Comment

error: Content is protected !!