33.2 C
Gujarat
April 25, 2024
EL News

પંચમહાલ ની વિધાનસભા બેઠકો નો ચિતાર..

Share
Shivam Vipul Purohit, Panchmahal:

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં સમાવેશ થતી શહેરા, મોરવા હડફ, ગોધરા ,કાલોલ ,અને હાલોલ બેઠક ઉપર આ વખતની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે.

પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોને લઈને ક્યાંક ઉમેદવારો પ્રત્યે નારાજગી તો ક્યાંક કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થર મારો તો ક્યાંક કેટલાક સક્રિય ભાજપ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા રાજીનામાં કરી દીધા છે.

તો આ તમામ બાબતોને લઈને 2017 નો ઇતિહાસ અને આવનાર 2022 માં કયા પ્રકારનો માહોલ સર્જાશે આ તમામ બાબતનું સવિસ્તાર માહિતી જોઈએ.

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા ક્ષેત્રમાં વર્ષ 2017 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં ગોધરા ,શહેરા, કાલોલ અને હાલોલ એમ ચાર સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી એ બહુમતી હાસિલ કરી હતી.

જ્યારે એક સીટ ઉપર મોરવા હડફ બેઠક પર અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી પરંતુ અપક્ષ બેઠક ઉપર ચૂંટણી લડેલ ઉમેદવારના ખોટા આદિવાસી પ્રમાણપત્રના લીધે અપક્ષ ઉમેદવારીને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

ત્યારબાદ અહીં મોરવા હડફ બેઠક ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં આ સીટ પણ ભારતીય જનતા પાર્ટી હાસિલ કરી હતી હાલની વર્તમાન સ્થિતિમાં પાંચેય જિલ્લાની પાંચેય બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભામાં વાત કરવામાં આવે તો ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ લઘુમતી સમાજનું પ્રભુત્વ ધરાવતું વોટબેંક છે.

જ્યારે શહેરા વિધાનસભા બેઠક ઉપર સૌથી વધારે ક્ષત્રિય સમાજના વોટ વધારે છે તે છતાં પણ અહીં બેઠક ઉપર ભરવાડ સમાજના જેઠાભાઇ ભરવાડને ઉમેદવાર તરીકે પસંદ કરી ક્ષત્રિય સમાજ વોટ આપે છે.

જ્યારે મોરવા હડફ બેઠક ઉપર સૌથી વધુ આદિવાસી સમાજનું પ્રભુત્વ અને કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં પણ સૌથી વધારે ક્ષત્રિય સમાજ લોકોના વોટ છે.

હાલોલ વિધાનસભા ક્ષેત્રમાં પણ સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોનું પ્રભુત્વ છે. આમ પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની વાત કરવામાં આવે તો સૌથી વધુ શહેરા કાલોલ અને હાલોલ એમ ત્રણ બેઠકો પર સૌથી વધુ ક્ષત્રિય સમાજ મજબૂત વોટ બેંક છે.

જ્યારે ગોધરા વિધાનસભા સીટ ઉપર લઘુમતી સમાજ અને મોરવા હડફ બેઠક ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે..

આવો જોઈએ ક્યાં શું પરીસ્થીતી…
જેઠાભાઇ ભરવાડ
ખાતુભાઈ પગી

 

શહેરા વિધાનસભા

ક્ષત્રિય મતદારોના મત નિર્ણાયક સાબિત થશે. શહેરા વિધાનસભાની વાત કરવામા આવે આ બેઠક ભાજપનો ગઢ માનવામા આવે છે.

અહીં 2002થી ભાજપની ટીકીટ પરથી જેઠાભાઈ ભરવાડ જીતીને આવે છે.આ બેઠક પર જાતિવાદી સમીકરણ જોવામા આવે તો અહી બારિયા ક્ષત્રિય મતદારોની વસ્તી વધારે છે.

છતા પણ અહીં ભરવાડ સમાજના ઉમેદવાર જીતીને આવે છે.ખાસ કરીને અહી ભાજપને વરેલા મતદારો હોવાથી અહી ભાજપ તાલુકા પંચાયત. તેમજ જીલ્લા પંચાયત, કે પછી નગરપાલિકામાં પણ પોતાનો દબદબો ધરાવે છે, 2017 માં જેઠાભાઈ ભરવાડ સામે વિરોધ ઉભો થયો તેમાં ક્ષત્રિય સમાજને ટીકીટ આપવામા આવે તેવી રજુઆત ભાજપના નેતાઓને કરવામા આવી હતી.

પરંતુ ભાજપ દ્વારા અહીં ફરી રીપીટ થીયરી અપનાવીને જેઠાભાઈ ભરવાડને ટીકીટ આપવામા આવી હતી અને તેઓ જીતી ગયા હતા.

આ 2022ની વિધાનસભા માટે ક્ષત્રિય ચહેરાને વિધાનસભામાં પ્રભુત્વ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, આ વખતે એવુ બન્યુ કે ભાજપમાંથી એક સાથે 12 જણાએ ટીકીટ માંગી હતી જેમાં સિટીંગ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ હતા.

ત્યારે ક્ષત્રિય અગ્રણી ખાતુભાઈ પગી પણ ટિકિટની માગણી કરી હતી આ વખતે ભાજપ કોણે ટીકીટ આપે તે માટે ભારે ખેંચતાણ ચાલી હતી પરંતુ આ વખતે પણ ભાજપ દ્વારા રિપિટ થીયરી આપનાવી જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેના પરિણામે ક્ષત્રિય સમાજના અગ્રણી ખાતુ ભાઈ પગી એ ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને કોંગ્રસ માંથી ટિકિટ આપી આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

ગઈ વખતે શિવસેના પણ હતુ આ વખતે તેની ખાલી જગ્યા આમ આદમી પાર્ટી ભરશે. આ બેઠક પર અપક્ષ ઉમેદવારો પણ અહીં થી ઝંપલાવી શકે છે. આમ આ વખતે શહેરા વિધાનસભાની ચુટણી ભારે રસાકસી વાળી રહે તો નવાઈ નહી.

નિમિષાબેન સુથાર
સ્નેહલતાબેન ખાંટ

 

125 મોરવા હડફ વિધાનસભા

બેઠક પર વિધાનસભાનો છેલ્લું પરિણામ આ બેઠક કોંગ્રેસના ફાળે હતી અને 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સવિતાબેન ખાટનો વિજય થયો હતો.

જો કે ત્યારબાદ ચૂંટણીના પરિણામમાં સવિતાબેન ખાાંટ નું અવસાન થતાં 2013 માં ફરી પેટા ચૂંટણી યોજવામાં આવી અને નિમિષાબેન સુથારને ભાજપમાંથી ઉતારવામાં આવ્યા હતા તેમનો વિજય થયો હતો.

ત્યારબાદ 2017માં આ બેઠક ઉપર ભાજપ માંથી વિક્રમ ડીંડોર અને બીટીપી માંથી અલ્પેશ ડામોર તથા અપક્ષ માંથી ભુપેન્દ્ર ખાટે એ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાં અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર ખાટનો વિજય થયો હતો.

પરંતુ સમયાંતરે બોગસ આદિવાસી પ્રમાણપત્રમાંથી ચૂંટણી લડ્યા હતા તેવું પુરવાર થતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ફરી પેટા ચૂંટણી યોજવામાં આવી જેમાં નિમિષાબેન નો વિજય થયો હતો આ બેઠક આદિવાસી સમાજ ના લોકો નું પ્રભુત્વ ધરાવતી બેઠક છે.

અહીં પણ હાલના ધારાસભ્ય અને હાલના રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષા બેન સુથાર નો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેઓ પણ સાચા આદિવાસી નથી ને બોગસ પ્રમાણપત્રના આધારે મંત્રી પદ હાસિલ કર્યું હતું તેવી લોકચર્ચા છે.

ત્યારે ફરી એકવાર ભાજપ માંથી નિમિષા બેન ટિકિટ આપી છે ને તેમની સામે કોંગ્રસના ઉમેદવાર સ્નેહલતાબેન ખાંટ છે ત્યારે આ બેઠક ઉપર પણ ભારે રસાકસી જોવા મળશે ત્યારે મોરવા હડફ બેઠક કોણ બાજી મારશે તે સમય બતાવશે….

સી. કે. રાઉલજી
રશ્મિતાબેન દૂષ્યંતસિંહ ચૌહાણ

 

126 ગોધરા વિધાનસભા

ક્ષેત્રમાં વાત કરવામાં આવે તો છેલ્લા બે ટર્મ થી કોંગ્રેસ જીત થાય છે 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રવીણસિંહ ચૌહાણ અને કોંગ્રેસના સી કે રાઉલજી વચ્ચે સીધો જંગ થયો હતો.

જેમાં ભાજપના પ્રવિણસિંહ ચૌહાણના હાર થઈ હતી. અને ફરી 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં સી કે રાઉલજી કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા અને તેમને ફરીથી ટિકિટ આપવામાં આવતા તેઓ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર સામે ઓછી લીડ થી વિજય મેળવ્યો હતો.

હાલમાં ભાજપમાં ટિકિટને લઇ અંદરો અંદર ખટપટ ચાલી પરંતું ભાજપ દ્વારા ફરી એકવાર ધારાસભ્ય સી કે રાઉલજી ઉપર વિશ્વાસ મૂકી ટિકિટ આપવામાં આવી હતી.

બીજી બાજું સૌથી મોટી વોટ બેન્ક ગણાતી લઘુમતી સમાજ પણ પોતાના સમાજમાં માઈનોરીટી ને કોંગ્રેસ પક્ષ ના ઉમેદવારને ટિકીટ આપે તે માટે રણશિંગુ ફૂંક્યું છે. પરંતુ ભારે ખેંચતાણ બાદ કોંગ્રેસ પક્ષમાંથી રશ્મિકાબેન ચૌહાણને ટિકિટ આપતા માઈનોરીટી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.

જેના પગલે માઈનોરીટી સમાજમાંથી અનસ અંધિ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજું આમ આદમી પાર્ટી પણ ગોધરાની સીટ હાસિલ કરવા સક્ષમ ઉમેદવાર તરીકે રાજેશ પટેલ ને ટિકિટ આપી પસંદગી કરવામા આવી છે.

અને સમાજવાદી પાર્ટી અને એ આઇ એમ આઇ એમ માં થી પણ પોતાના ઉમેદવારો ઝંપલાવશે. જ્યારે આ બેઠક 2017 થી 2022 સુધી ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

ફતેસિંહ ચૌહાણ
127 કાલોલ વિધાનસભા

નું પરિણામમાં 2012માં ભાજપના અરવિંદસિંહ રાઠોડ અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાદવ વચ્ચે સીધો જંગ થયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર અરવિંદસિંહ રાઠોડ વિજેતા બન્યા હતા.

2017માં ભાજપના ઉમેદવાર સુમનબેન ચૌહાણ અને કોંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ ચૌહાણ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો જેમાં સુમનબેન ચૌહાણ નો ભાજપમાંથી ભારે બહુમતીથી વિજેતા બન્યા હતા.

અહીં જોવા જઈએ તો ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ માંથી ફતેસિંહ ચૌહાણ ની પસંદગી કરી સુમન બેન ચૌહાણ ને પડતા મૂકવામાં આવ્યા છે.

જ્યારે ભાજપના ઉમેદવાર સામે ભાજપમાંથી અલવિદા કરી કોંગ્રેસમાં જોડાયેલા પ્રભાતસિંહ ચૌહાણ ને કાલોલ વિધાનસભા બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટી માંથી દિનેશ બારીયા એ ઝંપલાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ ને બહુમતીથી વિજયી બનાવવા માટે પ્રભાતસિંહ ચૌહાણ ના પત્ની અને પુત્રવધુ મેદાને પડયા છે.

જયદ્રથસિંહ પરમાર
પ્રભાતસિંહ ચૌહાણ
મુક્તિ જાદવ
128 હાલોલ વિધાનસભા

માં છેલ્લું પરિણામ ની વાત કરવામાં આવે તો ભાજપના જયદ્રથસિંહ પરમાર અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે સીધી થયો હતો જેમાં ભાજપના જયદ્રથસિંહ પરમારના વિજય થયો હતો.

ત્યારબાદ 2017માં ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ વચ્ચે સીધો જંગ ખેલાયો જેમાં જયદ્રથસિંહ પરમારનો વિજય થયો હતો.

હાલોલ વિધાનસભા બેઠક ઉપર 1985 થી 1998 કોંગ્રેસ અને ત્યારબાદ 2002 થી 2022 સુધી ભાજપનો દબદબો રહ્યો છે ત્યારે ફરી એકવાર હાલોલ વિધાનસભા બેઠક ઉપર જયદ્રથસિંહ પરમાર ની પસંદગી કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ માંથી અનીશ બારિયા ને ટિકિટ આપવામાં આવી છે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ પણ ઝંપલાવ્યું છે ઉલેખનીય છે કે આ બેઠક ઉપર ભાજપના જ આગેવાનોમાં જયદ્રથસિંહ પરમાર નો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ પક્ષ માં થી ગત ચૂંટણીમાં ગોધરા વિધાનસભા બેઠક ઉપર થી લડેલા રાજેન્દ્ર પટેલ ને ટીકિટ આપવામાં આવી હતી પરંતુ હાલ તે જંગની બહાર જોવાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ અપક્ષ યુવા ઉમેદવાર મુક્તિ જાદવ દ્વારા આમ આદમી પાર્ટી માં થી ટીકિટ ન મળતાં હાલોલ ની જનતા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હવે પરીણામ શું આવશે તે તો સમય જ બતાવશે.

Related posts

રોડ પર ઊભેલી કારનાં કાચ તોડી ૨૦ તોલા સોનાની તસ્કરી થઈ

elnews

અમદાવાદ શહેરમાં આવતીકાલથી હોટ, ઓરેન્જ હીટ એલર્ટ

elnews

દાદાનાં પ્રયાસો અને સંકલ્પ થી અંગદાન કરવામાં ગુજરાત રાષ્ટ્ર માં પ્રથમ.

elnews

Leave a Comment

error: Content is protected !!