23.9 C
Gujarat
December 6, 2024
EL News

રાજકોટમાં થયા ગોઝારા અકસ્માત

Share
Rajkot :
આજે રાજકોટ માટે ખુબજ ભરે દિવસ છે. રાજકોટમાં આજ અલગ અલગ પાંચ જ્ગ્યાએ અકસ્માતના બનાવો બન્યા જેમાં પાંચ લોકોએ પોતાના જીવન ગુમાવ્યા. પહેલા બનાવમાં ૨૪ વર્ષીય યુવાનનું ઝાડની ડાળીએ માથું અથડાતા થયું મોત, બીજા બનાવમાં રોડ ક્રોસ કરવા જતાં બાઈક સાથે ભટકાતા નાના નાનીના નજર સામે પપૌત્ર મૃત્યુ પામ્યો, ત્રીજા બનાવમાં ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર પતિની નજર સામે પત્નીનું મોત નિપજ્યું, ચોથા બનાવમાં ઇકોમાં સવાર પરિવાર ઝાડ સાથે અથડાતાં ઈકોમાં સવાર પ્રોઢનું મૃત્યુ તહત પરિવારમાં માતમ છવાયો જ્યારે પાંચમા બનાવમાં ડમ્પર ચાલકે યુવાનને ઠોકર મારતાં યુવાનનું મોત નિપજ્યું આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર ધારેશ્વર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા મૂળ વડાડી ગામના જયરાજસિંહ લખધીરસિંહ જાડેજા નામના 24 વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
Measurline Architects
Click Advertisement To Visit
મૃતક પોતાના ઘરેથી આઈસરમાં સામાન ભરી વાહનની ઉપર બેસી વતન વડાડી મૂકવા જતા હતા તે દરમિયાન કોઠારીયાથી ખોખડદળ ગામ વચ્ચે ઝાડની ડાળી જયરાજસિંહ જાડેજાનું માથું અથડાતા નીચે પટકાયેલા યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતક જયરાજસિંહ જાડેજાના મોતથી એક પુત્રી પરથી પિતાની છત્રછાયા છીનવાઈ જતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. તો અન્ય બનાવમાં ગોંડલ રોડ પર ગણેશનગરમાં રહેતા હાજાભાઈ માંડણભાઈ જીલરિયા (ઉ.વ.53), તેમના પત્ની જયાબેન હાજાભાઈ જીલરીયા (ઉ.વ.50) અને પપૌત્ર રોનક દીપકભાઈ કાનગડ (ઉ.વ.7) ત્રણેય મેંદરડા ગામ ગયા હતા. જ્યાંથી પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે કોઠારીયા ચોકડી અને ગોંડલ ચોકડી વચ્ચે રાધામીરા હોટલ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક બાઈક ચાલકે ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવી ત્રણેયને અડફેટે લીધા હતા.

આ પણ વાંચો… સુરતમાં ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાના પ્રચારમાં આદિવાસી કાર્યકરો જોડાયા

જેમાં નાના – નાનીની નજર સામે જ ગંભીર રીતે ઘવાયેલાં પપૌત્ર રોનકનું મોત નિપજ્યું હતું અને ઇજાગ્રસ્ત વૃદ્ધ દંપતિને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે વધુ એક બનાવમાં યુવરાજ પાર્કમાં રહેતા અનિલભાઈ કટેસિયા અને તેના પત્ની પ્રજ્ઞાબેન કટેસિયા બંને બાઈક પર કુવાડવા સબંધીના ઘરે આટો મારવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ આજીડેમ ચોકડીથી યાર્ડ તરફ જતી વેળાએ પૂલ પાસે પહોંચ્યા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતાં પતિની નજર સામે પત્નીનું મોત નીપજતાં રાજકોટનું દંપતી ખંડિત થયું હતું. વધુ એક અકસ્માતના બનાવમાં જાણવા મળતી વિગત મુજબ જેતપુર તાલુકાના વાડાસડા ગામે રહેતા રહીમભાઈ અબ્દુલભાઈ મોરવાડિયા નામના 55 વર્ષીય પ્રૌઢ પોતાના પરિવાર સાથે ઇકો કારમાં જતા હતા ત્યારે ગોંડલ તાલુકાના ગોમટા ગામ નજીક ઇકો કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રહીમભાઈનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો છે જ્યારે તેમના પત્નીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાચમાં બનાવમાં જાણવા મળતી વિગત મુજબ ઉપલેટામાં કોલકી પાસે જીજે-14-ઝેડ-5556 નંબરના ડમ્પર ચાલકે ભિક્ષુક જેવા 35 વર્ષીય યુવાનને ઠોકર મારતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાહુલ ગાંધીના માનહાનિ કેસની આજે ફરી સુનાવણી થશે

elnews

રાજકોટમાં પીવાનું પાણી નહીં તો મત નહીંના બેનરો લાગ્યા

elnews

જયારે વડાપ્રધાન મોદીએ પૂરી કરી રાષ્ટ્રપતિ બાઇડનની જૂની ઈચ્છા

elnews

Leave a Comment

error: Content is protected !!