35.7 C
Gujarat
March 29, 2024
EL News

Gujarat: અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત..

Share

 

ગુજરાત:

પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીનુ સ્વાગત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગર નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લીધી.

સરકારે જણાવ્યુ હતુ કે તેમની મુલાકાત દરમિયાન, મોદી ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)’ લોન્ચ કરશે, જે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ છે. IFSC ઓથોરિટી દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે આ એક્સચેન્જ ભારતમાં સોનાના નાણાકીયકરણને વેગ આપવા ઉપરાંત જવાબદાર સોર્સિંગ અને ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવ શોધની સુવિધા આપશે.

વડાપ્રધાન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો.

તે સિવાય મોદી NSE IFSC-SGX કનેક્ટ પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું. આ સિસ્ટમ હેઠળ, સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX) ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા નિફ્ટી ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કિશનરાવ કરાડ કાર્યક્રમમાં હાજરી રહી.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News
https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

અટલજીની જન્મ જયંતિ નિમિત્તે GRYB દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ.

elnews

વડોદરામાં ઔધોગિક એકમો પર આઈટીની તવાઈ,

elnews

હાટકેશ્વિર બ્રિજ AMCની સામાન્ય સભામાં વિપક્ષનો જોરદાર હોબાળો

elnews

Leave a Comment

error: Content is protected !!