26.6 C
Gujarat
September 19, 2024
EL News

હોસ્પિટલમાં દાખલ કેદી થયો પોલીસના કેદમાંથી ફરાર

Share
Rajkot, EL News

રાજકોટના સિવિલમાં સર્જાયો ફિલ્મી દૃશ્ય: હોસ્પિટલમાં દાખલ કેદી થયો પોલીસના કેદમાંથી ફરાર સિવિલ હોસ્પિટલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જેમાં સારવાર માટે અમરેલી થી આવેલી કેદી પાર્ટીમાંથી એક કેદી પોલીસ છાપતામાંથી રફુચક્કર થઈ જતા પોલીસે ફિલ્મી ડબ્બે તેનો પીછો કરી મેડિકલ કોલેજ પાસેથી ડબ્બોચી લીધો હતો.

Measurline Architects

ક્ષણભર માટે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીથી ચાર કેદીઓને લઈને પોલીસ કેદી પાર્ટીને સારવાર માટે રાજકોટ લઈ આવ્યા હતા. તે દરમિયાન પોલીસવાન સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પાસે રાખીને કેદીઓની સારવાર માટે તેમને વોર્ડમાં લઈ જતા હતા.

આ પણ વાંચો…હોસ્પિટલમાં દાખલ કેદી થયો પોલીસના કેદમાંથી ફરાર

પરંતુ તે દરમિયાન જ એક કેદી પોલીસ જાપ્તો તોડીને ભાગવા લાગ્યો હતો. જેના જવાબમાં પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી અને ત્યાં હાજર લોકોના વાહન પાછળ બેસી પોલીસે ફિલ્મીઢબે ભાગેલા કેદીનો પીછો કર્યો હતો. મેડિકલ કોલેજ સાઇડ ભાગેલા કેદીને પકડવા માટે પોલીસે વાહન પર તેનો પીછો કરી રહી હતી. ત્યારે આ કેદીને પોલીસે મેડિકલ કોલેજ પાસેથી જ દબોચી લઈ હાશકારો અનુભવ્યો હતો.પોલીસના જાપ્તામાંથી ભાગેલા કેદીને થોડી જ ક્ષણોમાં દબોચી લઈ પોલીસે મેથીપાક ચખાડ્યો હતો. આ તમામ ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલમાં થોડીવાર માટે ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જાયો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમા શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા જોગવાઈ

elnews

રાજકોટ પોલીસે ૫.૨૭ લાખની કિંમતનો દારૂ કર્યો કબ્જે

elnews

આર્ષ પુરોહિતે પ્રખર વક્તા તરીકે રાજ્ય માં સ્થાન મેળવ્યું, ગ્રૃહ મંત્રી હર્ષ સંઘવી એ કર્યાં સન્માનિત.

elnews

Leave a Comment

error: Content is protected !!