36.6 C
Gujarat
April 20, 2024
EL News

તમારા કામનું / પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા?

Share
Business, EL News

EPF Balance Check: દેશભરમાં કરોડો લોકો તેમના પગારનો એક ભાગ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવે છે. કર્મચારીઓ ઈમરજન્સીની સ્થિતિમાં અથવા નિવૃત્તિ પછી આ રૂપિયા ઉપાડી શકે છે. સરકાર PF ખાતામાં જમા રકમ પર સમય સમય પર વ્યાજ ટ્રાન્સફર કરે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ખાતામાં જમા થયેલી કુલ રકમની તપાસ કરવા માગો છો, તો તમે આ કામ સરળતાથી કરી શકો છો. જો કોઈ વ્યક્તિને ઈમરજન્સીમાં પીએફ એકાઉન્ટ (EPF Account) માંથી રૂપિયા ઉપાડવાના હોય અને તે પહેલા તે પીએફમાં જમા થયેલી રકમ વિશે જાણવા માગે છે, તો તેઓ મિસ્ડ કોલ દ્વારા જ સરળતાથી માહિતી મેળવી શકે છે. આવો જાણીએ તેના વિશે…

Measurline Architects

1. મિસ્ડ કોલ દ્વારા ચેક કરો પીએફ બેલેન્સ

તમે મિસ્ડ કોલ દ્વારા જ પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર 9966044425 પરથી મિસ્ડ કોલ આપો. તેના પછી, થોડીવારમાં તમારા મોબાઇલ પર પીએફ એકાઉન્ટમાં જમા રકમ વિશેની માહિતી ઉપલબ્ધ થઈ જશે. ધ્યાનમાં રાખો કે મિસ્ડ કોલ દ્વારા પીએફ એકાઉન્ટ બેલેન્સ જાણવા માટે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર સક્રિય હોવો આવશ્યક છે. તેની સાથે UAN સાથે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો પણ જરૂરી છે.

2. SMS દ્વારા ચેક કરો બેલેન્સ

જો તમે ઇચ્છો તો, મિસ્ડ કોલ સિવાય તમે SMS દ્વારા પણ PF બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી EPFOHO UAN નંબર ટાઈપ કરીને 7738299899 પર મોકલવો પડશે. તેના પછી થોડીવારમાં તમને ખાતામાં જમા રકમની ખબર પડી જશે.

આ પણ વાંચો…એક બહુરાષ્ટ્રીય કંપનીને ભાગી જવાની ફરજ પડી છે

3. ઉમંગ એપ દ્વારા તપાસો બેલેન્સ

જો તમે ઈચ્છો તો ઉમંગ એપ દ્વારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક કરી શકો છો. તેના માટે ઉમંગ એપ ડાઉનલોડ કરો. તેના પછી તમારો મોબાઇલ નંબર અને OTP દાખલ કરીને તેમાં રજીસ્ટ્રેશન કરો. તેના પછી All Services વિકલ્પ પસંદ કરો અને EPFO ​​વિકલ્પ પર જાઓ અને View Passbook પસંદ કરો. અહીં UAN નંબર અને OTP દાખલ કરો. તેના પછી તમને ખાતામાં જમા થયેલી રકમની માહિતી મળશે.

4. ઈપીએફઓ વેબસાઈટ દ્વારા જાણકારી મેળવો

જો તમે પીએફ બેલેન્સ જાણવા માગતા હો, તો EPFOની સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in પર જાઓ અને Our Services લિસ્ટને સિલેક્ટ કરો. અહીં ફોર એમ્પ્લોઈઝ ઓપ્શન વિકલ્પ પસંદ કરો. તેના પછી મેમ્બર પાસબુક પસંદ કરો. તેના પછી તમારે UAN નંબર અને પાસવર્ડ નાખવો પડશે. તેના પછી, થોડીવારમાં તમને PFમાં જમા થયેલી રકમ વિશે માહિતી મળી જશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ધનતેરસ-દિવાળી પર ગોલ્ડ સિલ્વર સિવાય અહીં કરો રોકાણ

elnews

ખુશખબર / SBI તમારી પુત્રીને આપી રહી છે 15 લાખ,

elnews

4 મહિના પહેલા આવ્યો IPO, ભાવમાં 92%નો ઉછાળો

elnews

Leave a Comment

error: Content is protected !!