26.6 C
Gujarat
September 19, 2024
EL News

રાજકોટમાં પોલીસકર્મી દારૂ પીને દુકાનો બંધ કરવા નીકળ્યો

Share
Rajkot :

ગુજરાતમાં દારૂબંધીની સખત અમલવારી છે તેવા સરકારના દાવાને પોકળ સાબિત કરતો વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. રાજકોટમાં પોલીસકર્મીએ જ દારૂ ઢીંચીને દંગલ કર્યું હતું. રાજકોમાં ખાખીને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. ગઈકાલે એક પોલીસકર્મી દ્વારા દારૂ પીને દુકાનો બંધ કરાવતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

Measurline Architects
Click Advertisement To Visit

આ ટ્રાફિક પોલીસ કર્મી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ચા પાનની દુકાનો બંધ કરાવવા નીકળ્યો હતો. આ પોલીસકર્મીએ ચિક્કાર દારૂ ઢીંચ્યો હતો કે ના તો તે વ્યવસ્થિત ચાલી શકતો હતો કે ન તો તે બોલી શકતો હતો. તેને કોઈ જ પ્રકારની ભાન હતી નહીં. ગત રોજ આ પોલીસકર્મીનો વિડિઓ વાઇરલ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને શખ્સને સકંજામાં લીધો હતો. પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ટ્રાફિક શાખામાં ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ નરભેરામ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો… અમદાવાદ શાહ આલમમાં મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો.

આ વાઇરલ વિડિઓમાં સ્પષ્ટ નજર આવતું હતું કે તેણે પોલીસ લખેલું ટી શર્ટ પહેરીને રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી નીલકંઠ ટોકીઝ પાસે ચા અને પાનની દુકાને પહોંચીને લાકડી ઉપાડીને દુકાનદારોને ધમકી આપી  દુકાનો બંધ કરવાનું કહેવા લાગ્યો હતો.  જો કે નશામાં ધૂત આ ટ્રાફિક હેડ કોન્સ્ટેબલનો લોકોએ વિડિઓ ઉતાર્યો હતો અને વાઇરલ કર્યો હતો. આ વાઇરલ વિડિઓને કારણે સ્થાનિક પોલીસ દ્વારા નરભેરામ પટેલને પકડી પડ્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews 

Related posts

અમદાવાદ: ગુજરાત શીખ સમાજે તિરંગા સાથે ખાલિસ્તાની

elnews

અમદાવાદમાં પ્રદીપ પરમારની ટિકિટ માટે કહ્યું, NO REPEAT PLEASE

elnews

ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહીત 3 વ્યાજખોરોની ધરપકડ

elnews

1 comment

આ કંપનીના શેરધારકો દર 4 વર્ષે અમીર બને છે - EL News September 25, 2022 at 3:35 pm

[…] આ પણ વાંચો… રાજકોટમાં પોલીસકર્મી દારૂ પીને દુકાન… […]

Reply

Leave a Comment

error: Content is protected !!