EL News

રાજકોટમાં ધોળે દિવસે ડોક્ટરના ઘરમાં થઈ ચોરી

Share
Rajkot :
રાજકોટના જસદણ આવેલ એક ગામમાં ડોક્ટરના ઘરે ધોળાં દિવસે લૂંટારાઓએ હાથ ફેરો કર્યો. ડોક્ટરનો પરિવાર બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયેલા હતા ત્યારે તસ્કરોએ ઘરેણાં અને રોકડ મળી ૧.૮૧ લાખના મત્તાની ચોરી કરી જેને જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.
PANCHI Beauty Studio
Advertisement
જસદણ તાલુકાના વિરપુર (ભાડલા) ગામે ધોળા દિવસે તબીબના મકાનમાં તસ્કરોએ ખાતર પાડી નવા વર્ષ બોણી કરી સોના-ચાંદી અને રોકડા મળી રૂ.૧.૮૧ લાખની મત્તા ચોરી કરી ગયાની જાણ ભાડલા પોલીસ મથકના સ્ટાફને થતા ડોગસ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જઈ અજાણ્યા શખ્સનું પગેરૂ દબાવ્યું છે.

આ પણ વાંચો… નવા વર્ષથી રાજકોટથી દિલ્હી અને મુંબઈના જવા ૯૧ ફ્લાઇટ

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના વિરપૂર (ભાડલા) ગામે રહેતા અને સત્યમ હોસ્પિટલ ચલાવતા મેહુલભાઈ ગેલાભાઈ જોગરાણા નામના તબીબના મકાનમા ધોળા દિવસે તાળા તોડી અજાણ્યા શખ્સે રૂમમાં રહેલી તિજોરીનોલોક તોડી સંતાનો અને પત્નીના સોના ચાંદીના ધરેણા અને રોકડા ૧.૧૫ લાખ મળીરૂ. ૧.૮૧ લાખની મતા ચોરી કરી ગયાની ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ડો. મેહુલભાઈ જોગરાણાના ચોટીલા તાલુકામાં રહેતા બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા. ત્યારે કોઈ જાણભેદુએ મકાનમાં હાથ ફેરો કર્યાનું બહાર આવ્યું છે. આ બનાવની જાણ ભાડલા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.એસ. સાંકળીયા સહિતના સ્ટાફ ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જઈ તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે,

elnews

આજે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

cradmin

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

elnews

Leave a Comment

error: Content is protected !!